Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

તમંચા સાથે પકડાયેલા યુપીના વૃદ્ધનો ૨૬ વર્ષે નિર્દોષ છૂટકારો

ગરીબો માટે દેશમાં ન્યાય મેળવવો હજુ ખૂબજ મુશ્કેલ : રામરતનની પોલીસે ૧૯૯૬માં તમંચો રાખવાના ગુનામાં ધરપકડ કરી હતી : ૩ મહિના પછી જામીન પર છુટયા હતા

નવી દિલ્હી, તા.૨ ઃ ગરીબોને ન્યાય મેળવવા માટે દેશની કોર્ટોમાં વર્ષો સુધી રાહ જોવી પડે છે અને ધક્કા ખાવા પડે છે તે એક કડવુ સત્ય છે.યુપીના મુઝફફરપુરમાં ગેરકાયદેસર રીતે ઘરે તમંચો રાખવાના આરોપમાં ફસાયેલા ૭૦ વર્ષના વૃધ્ધને ૨૬ વર્ષ પછી ન્યાય મળ્યો છે.

૭૦ વર્ષના રામરતનની પોલીસે ૧૯૯૬માં તમંચો રાખવાના ગુનામાં ધરપકડ કરી હતી. ૩ મહિના પછી તેઓ જામીન પર છુટયા હતા. ૨૪ વર્ષ બાદ ૨૦૨૦માં પૂરાવા અને સાક્ષીઓના અભાવે કોર્ટે તેમને છોડી મુકયા હોત. કારણકે પોલીસ તમંચો કોર્ટમાં રજૂ કરી શકી નહોતી.

આમ છતા રાજ્ય સરકાર દ્વારા ઉપલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બે વર્ષની સુનાવણી બાદ ૨૭ જૂને હવે રામરતનને કોર્ટે ફરી નિર્દોષ છોડયા છે.

આમ ૨૬ વર્ષે આ વૃધ્ધને ન્યાય મળ્યો છે.

આ દરમિયાન કોર્ટમાં ૪૦૦ તારીખો પડી હતી. રામ રતનનુ કહેવુ છે કે, પોલીસે મને તમંચો બતાવ્યો હતો અને આ તારા ઘરમાંથી મળ્યો છે તેમ કહીને મને જેલમાં મોકલી દીધો હતો. આટલા વર્ષો સુધી કેસ લડવા બદલ હું આર્થિક રીતે ખુવાર થઈ ગયો છું. મારી બે દીકરીઓને સરખી રીતે હું ભણાવી પણ ના શક્યો અને તેમના લગ્ન પણ સારી રીતે કરી ના શક્યો.

 

(8:36 pm IST)