Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ઉદયપુરના હત્યાકાંડમાં કોમેન્ટ કરતા પાદરાના ડબકા ગામે ભાજપનાં ઉપપ્રમુખ નિલેશ જાદવને મળી ધમકી

નિલેશ જાદવે વડુ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ નોંધાવી : નિલેશ જાદવે ફેસબુક પર કમેન્ટ કરતા ધમકી મળી

ઉદયપુરની ટેલરની થયેલી હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. હવે વડોદરાનાં પાદરાના ડબકા ગામે ભાજપનાં ઉપપ્રમુખ નિલેશ જાદવની ધમકી મળી છે. આ મામલે નિલેશ જાદવે વડુ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ પાદરા તાલુકા ડબકા ગામે રહેતા અને ભાજપ તાલુકાના ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરવાતા નિલેશભાઈ જાદવે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉદયપુરમાં ટેલરની થયેલી હત્યા મામલે એફ .બી પર હિન્દી લખાયેલા એક પોસ્ટ જે લખાયું હતું કે ' ઉદેપુર જેસી ઘટના ભારત દેશ મેં..?? અફઘાનિસ્તાન, તાલિબાન, પાકિસ્તાન જેસી ઘટના ? ભયાવહૈ માનવતા કો શમસાર કરને વાલી આજ પહેલી ઘટના પર હી એસા સબક મિલ કે દુબારા કોઈ સોચે ભી ના કાનુન આપણા કામ જરૂર કરેગી.. શાંતિ બનાઈ રખે...

જે પોસ્ટમાં નિલેશ જાદવ કૉમેન્ટ કરી હતી કે હત્યા કરને વાલે કો ઉંમર કેદ કી સજા હો...સહિતની કોમેન્ટ કરી હતી જે કૉમેન્ટની સામે અબ્દુલ સુબુર ચૌધરી નામના શખ્સના ફેસબુક આઈ.ડીથી નિલેશ જાદવ ને ધમકી આપવામાં આવી હતી. જેમાં અપ શબ્દો બોલી. એક કી હાલત દેખી ઔર અભી તેરે જેસો કી બાકી હે., યાદ રખ..કહી.. અબ્દુલ સુબુર ચૌધરી નામના શખ્સ ના આઈ.ડી પર થી ધમકી મળતા પાદરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ નિલેશ જાદવ એ વડુ પોલીસે નોંધાવી ફરીયાદ આપતા પોલીસે શરૂ કરી કાર્યવાહી હતી સાથે ધમકી સંદર્ભે આપવામાં આવેલ ધમકીની ફરિયાદ કરી હતી.

ફરિયાદી નિલેશભાઈ જાદવે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે મને સુરક્ષા આપવામાં આવે. તેઓએ પોતાના ભાજપના સંગઠને પણ ધમકી અંગે જાણ કરી હતી. તેઓ પોતાની સુરક્ષા ની માગણી કરી હતી. ધમકી આપનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

(7:10 pm IST)