Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ન્યાયતંત્ર ફક્ત બંધારણને જ જવાબદાર છે કોઈ રાજકીય પક્ષો અથવા તેમની વિચારધારાને નહીં : ન્યાયતંત્રએ રાજકીય પક્ષોના નિર્ણયને સમર્થન આપવું જોઈએ તેવી ખોટી માન્યતા ભારતમાં પ્રચલિત છે : એસોસિએશન ઑફ ઈન્ડો-અમેરિકન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં CJI એન વી રમણાનું મનનીય ઉદબોધન

યુ.એસ. : ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (CJI) એ શુક્રવારે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર એક સ્વતંત્ર અંગ છે જે ફક્ત બંધારણને જ જવાબદાર છે અને કોઈ રાજકીય પક્ષો અથવા વિચારધારાઓને નહીં.

ભારતમાં, રાજકીય પક્ષોમાં એક ખોટી માન્યતા છે કે ન્યાયતંત્રે તેમના સંબંધિત રાજકીય એજન્ડાને આગળ વધારવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

"આ વર્ષે આપણે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણું પ્રજાસત્તાક 72 વર્ષનું થઈ ગયું છે ત્યારે, અફસોસની લાગણી સાથે મારે અહીં ઉમેરવું જોઈએ કે આપણે હજુ પણ બંધારણ દ્વારા દરેક સંસ્થાઓને સોંપવામાં આવેલી ભૂમિકાઓ અને જવાબદારીઓની સંપૂર્ણ કદર કરવાનું શીખ્યા નથી. સત્તામાં રહેલા પક્ષ માને છે કે દરેક સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થન માટે હકદાર છે. વિરોધ પક્ષો ન્યાયતંત્ર પાસે તેમની રાજકીય સ્થિતિ અને કારણોને આગળ વધારવાની અપેક્ષા રાખે છે," CJI એ જણાવ્યું.

આવી વિચાર પ્રક્રિયા બંધારણ અને લોકશાહીની અજ્ઞાનતાને કારણે ઉદ્ભવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

CJI યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં એસોસિએશન ઑફ ઈન્ડો-અમેરિકન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

તેમના ભાષણમાં, CJI એ સહિષ્ણુતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ સંદર્ભમાં તેમણે યુએસએનું જ ઉદાહરણ આપ્યું હતું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(2:26 pm IST)