Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વિદેશમાં મિલકત અને એકાઉન્‍ટ ધરાવતા રાજયના ૭૦૦ કરદાતાઓ ITના રડારમાં

વિદેશી રોકાણો સહિતના મુદ્દે CBDTને સીધો જ રિપોર્ટ સુપરત કરાશે : ફોરેન એસેટ ઇન્‍વેસ્‍ટિગેશન યુનિટના દાયરામાં અમદાવાદના સૌથી વધુ

અમદાવાદ, તા.૨: ફોરેન એસેટ ઇન્‍વેસ્‍ટીગેશન યુનિટ (FAIU)ના રડારમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના ૪૦૦ કરદાતાઓ આવતા તપાસ શરૂ કરી દેવામાં આવી ગયા છે. જ્‍યારે સુરતના ૩૦૦ કરદાતાઓ ઈન્‍કમટેક્‍સ વિભાગે ઓળખી લેતાં કુલ ૭૦૦ કરદાતાઓ આઈટીની ઝપટમાં આવી ગયા છે. વિદેશમાં મિલકતો અને ખાતાં ધરાવતા કરદાતાઓમાં સૌથી વધુ અમદાવાદના હોવાની માહિતી જાણવા મળી છે. અમદાવાદ ઇન્‍કમટેકસના એફએઆઇઈ યુના અધિકારીઓએ ખાનગી રાહે કેટલાક ગુજરાતીઓની માહિતી એકત્ર કરીને તપાસ શરૂ કરી દીધી છે. નજીકના દિવસોમાં ગુજરાતી કરદાતાઓને નોટિસ આપીને તેમના નિવેદનો લેવામા આવશે.
આઇટીના ટોચના સૂત્રોએ જણાવ્‍યુ કે ફોરેન એસેટ ઈનવેસ્‍ટીગેશ યુનિટે દેશમાં ૧૪ ઈનવેસ્‍ટીગેશન ડાયરેક્‍ટોરેટ યુનિટ શરૂ કર્યા છે. સર્ચ અને સીઝરના પાવર આપવામા આવ્‍યા છે. તપાસ કરવા માટે ૭૦ વધારાની પોસ્‍ટ ઉભી કરાઈ છે જે ઇનવેસ્‍ટીગેશન વિભાગ પાસે રહેશે. ગત નવેમ્‍બરમાં કેન્‍દ્રના નાણા મંત્રાલયે મંજૂરીᅠઆપ્‍યા બાદ સીબીડીટીએ ફુલ પ્રુફ પ્‍લાન બનાવ્‍યો હતો. જેમાં જાહેર નહિ કરેલી મિલકતો અને વિદેશી ખાતાઓ શોધી કાઢવા પર ફોકસ રાખવા સૂચના અપાઈ છે. વિદેશમાં મિલકતો અને બેન્‍ક ખાતાઓ શોધી કાઢવા માટે સીબીડીટી પાસે ઓટોમેટિકલી એક્‍સચેન્‍જ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ છે જે ભારતીયો વિદેશમાં મિલકતો ધરાવે છે તેમની માહિતી સીબીડીટીને મળી જાય છે. એટલુ જ નહિ ઇન્‍કટેકસ રિર્ટન ફાઇલ કરતી વખતે વિદેશી મિલકત અન બેન્‍ક ખાતાઓની માહિતી એક કોલમમાં આપવાની હોય છે. જે કરદાતાઓ માહિતી આપતા નથી તેમની જાણકારી જુદા જુદા દેશોની સેન્‍ટ્રલ  એજન્‍સીઓ ભારત સાથે થયેલા કરાર મુજબ આપી દે છે. મૂળ ભારતીય હોય અને વિદેશમાં મિલકતો ઘરાવતા હોય તેવા કરદાતાઓ પણ રડારમાં આવી જશે.
વિદેશમા વસાવેલી મિલકતો શોધી કાઢવા માટે સીબીડીટી ડબલ ટૅેકસેસન એવોઇડન્‍સ એગ્રીમેન્‍ટ,ટેકસ ઇન્‍ફોર્મેશન એક્‍સચેન્‍જ એગ્રીમેન્‍ટ અને ફોરેન એકાઉન્‍ટ ટેક્‍સ કમ્‍પલાયન્‍સ એક્‍ટનો અમલ કરીને કામ કરશે.

આંતકવાદીઓને ફંડિંગ, મની લોન્‍ડરિંગની તપાસ કરાશે
જ્‍ખ્‍ત્‍શ્‍ના અધિકારીઓ માત્ર વિદેશી રોકાણની જ તપાસ નહિ કરે સાથે સાથે આંતકવાદીઓને ફંડ પહોચાડનારાઓ બ્‍લેકમની ડાઇવર્ટ કરનારા અને મની લોન્‍ડરીગ કરનારાઓને પણ તપાસમાં આવરી લેશે. ઇડી કે બેન્‍ક કૌંભાડ કરીને વિદેશ ભાગી ગયેલા હોય અથવા તો બેન્‍કના રૂપિયામાંથી બેનામી મિલક્‍તો ખરીદનારાઓ પણ ઝપટામાં આવી જશે. ઇન્‍કમટેકસના કાયદામાં સર્ચ અને સીઝર કરનારા ઇનવેસ્‍ટીગેશન યુનિટને સ્‍પેશિયલ પાવર આપી દેવાતા હવે તમામ જૂના કેસ રિ-ઓપન થશે.

 

(3:19 pm IST)