Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પ્રથમ વન-ડે મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું : પહેલીવાર કેપ્ટનશીપ કરતા હરમનપ્રીતે કરી કમાલ

યજમાન ટીમે 10 વિકેટે 171 રન બનાવ્યા: જવાબમાં ભારતે 38 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 176 રન બનાવી 4 વિકેટે મેચ જીતી લીધી: રેણુકા અને દીપ્તિએ ઝડપી 3-3 વિકેટ ઝડપી

ભારતીય મહિલા ટીમ  આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. અહીં આજે બંને ટીમો વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પલ્લેકેલી ખાતે રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 10 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 38 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવીને 4 વિકેટે મેચ જીતી લીધી હતી. હરમનપ્રીત કૌર ની કેપ્ટનશીપમાં ભારતની આ પ્રથમ જીત છે.

 

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુ 8 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ હતી. 7મી ઓવરમાં હંસિમા કરુણારત્ને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી. આ પછી હસિની પરેરાએ 37, હર્ષિતા માડવી 28, કવિશા દિલહારીએ 0, નિલાક્ષી ડી સિલ્વા 43, અનુષ્કા સંજીવની 18, ઓશાદી રણસિંઘે 8, રશ્મિ ડી સિલ્વા 7 અને ઈનોકા રણવીરાએ 12 રન બનાવ્યા હતા. જ્યારે અચિની કુલસૂર્યા અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ 3-3, પૂજા વસ્ત્રાકર 2 અને હરમનપ્રીત, રાજેશ્વરી ગાયકવાડે 1-1 વિકેટ લીધી હતી.

172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની  શરૂઆત પણ ખાસ રહી ન હતી. બીજી ઓવરમાં સ્મૃતિ મંધાના 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી યાસ્તિકા ભાટિયાએ 1, શેફાલી વર્માએ 35, કેપ્ટન હરમનપ્રીત કૌરે 44, હરલીન દેઓલે 34 અને રિચા ઘોષે 6 રન બનાવ્યા હતા. બીજી તરફ દીપ્તિ શર્મા 22 અને પૂજા વસ્ત્રાકર 21 રન બનાવીને અણનમ રહી હતી. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરાએ 4 અને ઓશાદી રણસિંઘે 2 વિકેટ ઝડપી હતી.

ભારતઃ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (સુકાની), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ.

શ્રીલંકાઃ હસિની પરેરા, ચમરી અટાપટ્ટુ (સુકાની), હંસિમા કરુણારત્ને, કવિશા દિલહારી, હર્ષિતા માડવી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), ઓશાદી રણસિંઘે, રશ્મિ ડી સિલ્વા, ઈનોકા રણવીરા, અચિની કુલસૂરિયા.

(12:45 am IST)