Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એકનાથ શિ દેનાં મુખ્યમંત્રી બનવા પર શશિ થરૂરનુ ટ્વિ ટ : કહયુ - 'ત્રણ પ્રકારનાં મુખ્યમંત્રી હોય છે, ચૂટાયેલા મુખ્યમંત્રી, પ્લાન્ટેડ મુખ્યમંત્રી અને ત્રીજા જે આ બંનેની લડાઈમાં બને છે

એકનાથ શિંદેનાં મુખ્યમંત્રી બનવાને લઈ અમુક રાજકિ ય પંડિતોનુ એવુ પણ માનવુ છે કે, ભાજપનાં આ નિ ર્ણય પાછળની યોજના પાર્ટીનાં હિ ત માટેની છે !

મુંબઈ તા.૦૧ : મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ ઠાકરેનાં રાજીનામાં બાદ લોકોને એવી આશા હતી કે મુખ્યમંત્રી ભાજપનાં દેવેન્દ્ર ફડણવીસ બનશે. પરંતુ ભાજપે એકનાથ શિદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરતા જ લોકો ચોંકી ઉઠયા હતા. ત્યારે શિદેનાં મુખ્યમંત્રી બનવાને લઈ શશિ  થરૂરે વ્યંગકાર શરદ જોશીની લાઈનો ટ્વિટ કરી કટાક્ષ કર્યુ હતુ કે, ''ત્રણ પ્રકારનાં મુખ્યમંત્રી હોય છે, એક જે ચૂટાઈને મુખ્યમંત્રી બને છે, બીજા જે પ્લાન્ટેડ હોય છે અને ત્રીજા જે આ બંનેની લડાઈમાં બને છે.''

(9:31 am IST)