Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જર્મનીમાં ભારતીયોને મળવું મારૂ સૌભાગ્ય, તમારો પ્રેમ અને આર્શીવાદ મારી તાકાત:પીએમ મોદીનું બર્લિનમાં સંબોધન

બર્લિનમાં સામુદાયિક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'આ મારું સૌભાગ્ય છે કે મને આજે જર્મનીમાં માતા ભારતીના બાળકોને મળવાની તક મળી છે

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદી આ વર્ષની તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે જર્મની પહોંચી ગયા છે. તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી. બર્લિનમાં વડાપ્રધાન મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. ત્યારે બર્લિનમાં એક સામુદાયિક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ મારું સૌભાગ્ય છે કે મને આજે જર્મનીમાં માતા ભારતીના બાળકોને મળવાની તક મળી છે. તમને બધાને મળીને ખૂબ આનંદ થાય છે. તેમણે કહ્યું, ‘મને આજે સવારે ખૂબ જ આશ્ચર્ય થયું કે અહીં આટલી ઠંડી છે, પરંતુ ઘણા નાના બાળકો પણ સવારે 4-4.30 વાગ્યે આવ્યા હતા. તમારો પ્રેમ અને તમારા આશીર્વાદ મારી મોટી તાકાત છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સાથે આ પ્રવાસમાં કેટલાક ભારતીય મંત્રીઓ પણ છે, જેઓ તેમના જર્મન સમકક્ષો સાથે ચર્ચા કરશે. પીએમ મોદીની આ 5મી જર્મની મુલાકાત છે. આ પહેલા તે 2015, 2017 અને 2018માં જર્મનીનો પ્રવાસ પણ કરી ચૂક્ય છે. 2017માં તેમણે બે વખત જર્મનીનો પ્રવાસ કર્યો હતો.

પીએમએ કહ્યું, ‘આજના ભારતે તેનું મન બનાવી લીધું છે. નિશ્ચય સાથે આગળ વધવું. અને તમે એ પણ જાણો છો કે જ્યારે કોઈ દેશનું મન બને છે, ત્યારે તે દેશ પણ નવા રસ્તાઓ પર ચાલે છે અને ઈચ્છિત મુકામ હાંસલ કરીને બતાવે છે. પીએમ મોદીએ કહ્યું, ‘આજે હું અહીં ન તો મારા વિશે વાત કરવા આવ્યો છું કે ન મોદી સરકાર વિશે. હું તમારી સાથે કરોડો ભારતીયોની ક્ષમતાઓ વિશે વાત કરવા માંગુ છું અને તેમની પ્રશંસા કરવા માંગુ છું. જ્યારે હું કરોડો ભારતીયોની વાત કરું છું, ત્યારે તેમાં માત્ર ત્યાં રહેતા લોકો જ નહીં, પરંતુ અહીં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.

   
 
   
(11:04 pm IST)