Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગ્રેમી એવોર્ડ વિજેતા નાઓમી જુડનું 76 વર્ષની વયે અવસાન :માનસિક બીમારીથી પીડિત હતી

નાઓમીની પુત્રી એસ્લેય જુડએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતું ટ્વિટ પોસ્ટ કર્યું

મુંબઈ : પાંચ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયિકા નાઓમી જુડનું શનિવારે અવસાન થયું. તેણીની ઉંમર 76 વર્ષની હતી. માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં હતા. નાઓમીની પુત્રી Ashley Judd  એ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતું ટ્વિટ પોસ્ટ કર્યું. જેમાં તેણે લખ્યું છે કે, "આજનો દિવસ અમારા બહેનો માટે દુ:ખદ ઘટનાથી ભરેલો છે. આજે આપણે આપણી સુંદર માં ગુમાવી છે. તે માનસિક રીતે બીમાર હતા. અમે ભાંગી પડ્યા છે. અમને ઊંડો આઘાત લાગ્યો છે. અમે બધા તેને પ્રેમ કરતા હતા. તેણી તેના ચાહકોને પ્રેમ કરતી હતી. અમે આઘાતમાં છીએ.

નાઓમી જુડના પતિ અને ગાયક લેરી સ્ટ્રિકલેન્ડે જણાવ્યું કે નાઓમીનું અવસાન નેશવિલ, ટેનેસીમાં થયું. તેણે નાઓમીના મૃત્યુ અંગેની અન્ય કોઈ માહિતી આપી ન હતી અને તેની સાથે તેણે પરિવારના દુઃખને લીધે લોકોને ગોપનીયતા જાળવવાની માંગ કરી હતી. અહેવાલ મુજબ, નાઓમી 01 મેના રોજ પુત્રી Ashley સાથે કન્ટ્રી મ્યુઝિક હોલ ઓફ ફેમમાં સામેલ થવાની હતી.

નાઓમી જુડ અને તેની પુત્રી વિનોના જુડે સાથે મળી 1983માં "ધ જુડ્સ" કન્ટ્રી મ્યુઝિક જોડીની રચના કરી. તેના છેલ્લા પ્રવાસ પછી, નાઓમીને હતાશા, ગભરાટના હુમલા, ચિંતા અને ધ્રુજારી આવી હતી. નાઓમીએ તેની પુત્રી વિનોના સાથે મળીને ટોપ-10 હિટ ગીતો બનાવ્યા અને સતત 8 વર્ષ સુધી મ્યુઝિક એવોર્ડ પ્રોગ્રામ જીત્યા.

તેનું પહેલું ગીત, હેડ અ ડ્રીમ-ફોર ધ હાર્ટ, 1983માં રિલીઝ થયું હતું અને તે બિલબોર્ડ પર 17માં નંબરે પહોંચ્યું હતું. ગીતકાર તરીકે, નાઓમીએ 'લવ કેન બિલ્ડ અ બ્રિજ' માટે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. તે જુડ્સ દ્વારા ગાયું હતું અને તેને "કન્ટ્રી સોંગ ઓફ ધ યર" કહેવામાં આવ્યું હતું. નાઓમી જુડના મૃત્યુના સમાચાર આવ્યા પછી, ઘણા સેલિબ્રિટીઓએ દિગ્ગજ ગાયિકાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. સિંગર મેરેન મોરિસે ટ્વીટ કર્યું, " REST IN PEACE".

   
 
   
(8:22 pm IST)