Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ધાર્મિક સ્થળો પરથી ૫૩,૯૪૨ લાઉડસ્પિકર્સ હાટવી દેવાયા

યુપીમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પિકર હટાવવા કાર્યવાહી : હાઇકોર્ટના આદેશ અનુસાર આ અભિયાન ચલાવાયુ છે ૬૦૨૦૦થી વધુ લાઉડસ્પીકર્સનો અવાજ ધીમો કરાવાયો

લખનૌ, તા.૨ : ઉત્તર પ્રદેશમાં ઘણા સમયથી લાઉડસ્પીકર્સ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથે ગાઇડલાઇન પણ બહાર પાડી હતી. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર્સ હટાવવાનો આદેશ આપ્યો હતો, જેથી કે ધાર્મિક સ્થળોની આસપાસ રહેનારા લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર્સ હટાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. યુપી પોલીસે રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી ૫૩,૯૪૨ લાઉડસ્પીકર્સ હટાવી દીધા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશ અનુસાર આ અભિયાન ચલાવવામાં આવ્યુ છે. આ સિવાય ૬૦,૨૦૦ થી વધુ લાઉડસ્પીકર્સનો અવાજ પણ ધીમો કરી દેવામાં આવ્યો છે.

આંકડા તરફ નજર કરીએ તો, જોન બરેલીમાંથી અત્યાર સુધીમાં ૧૬,૬૮૨ લાઉડસ્પીકર્સ હટાવવામાં આવ્યા છે.જયારે ૧૭,૨૦૪ લાઉડસ્પીકર્સનો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો છે.

વારાણસી કમીશ્રનર મુજબ આવનારા ક્ષેત્રથી ૨૩૦ લાઉડ સ્પીકર્સ હટાવી દેવામાં આવ્યા છીએ, જ્યારે ૩૧૩ નો અવાજ ધીમો કરી દેવામાં આવ્યો છે.

આ સિવાય રામનવમીના તહેવાર પર અન્ય રાજ્યોમાં હિંસાની ઘટનાઓને દેખતા આદેશ આદેશ આપ્યો હતો કે, અનુમતિ વગર કોઇ પણ ધાર્મિક શોભાયાત્રા નહી નિકાળવામાં આવે. આ સિવાય તેમણે એપ્રિલમાં કાનૂન વ્યવસ્થાની બેઠક દરમિયાન કહ્યું હતુ કે, બધાને પોતાની ધાર્મિક વિચારધારાઓ અનુસાર પુજા અર્ચના કરવાની સ્વતંત્રતા છે.

 

(8:13 pm IST)