Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નોન-વેક્‍સીનેટેડ લોકો માટે જાહેર સ્‍થળો પર પ્રતિબંધ ન મુકી શકાય

કોરોના વિરૂધ્‍ધ વેકસીનેશન ડ્રાઇવ અંગે સુપ્રીમ કોર્ટે આપ્‍યો મોટો ચુકાદો : રસી મુકાવવા કોઇને મજબુર કરી શકાય નહિ : રસીકરણ અંગેના પ્રતિબંધો હટાવવા રાજ્‍ય સરકારોને આદેશ

નવી દિલ્‍હી તા. ૨ : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ વ્‍યક્‍તિને રસીકરણ માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે સરકારની વર્તમાન રસી નીતિ પર સંતોષ વ્‍યક્‍ત કર્યો અને કહ્યું કે સરકાર જનહિતમાં કેટલાક નિયંત્રણો લાદી શકે છે.

જો કે, કેટલીક રાજય સરકારો દ્વારા પ્રતિબંધો પર, કોર્ટે કહ્યું કે જાહેર સ્‍થળોએ રસી ન અપાવનારા લોકોની પહોંચને રોકી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આવા આદેશો પાછા ખેંચવા જોઈએ. સર્વોચ્‍ચ અદાલતે કેન્‍દ્ર સરકારને રસીકરણની પ્રતિકૂળ અસરો સાથે સંબંધિત ડેટા સાર્વજનિક કરવા પણ કહ્યું છે.

(1:22 pm IST)