Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

' વંદે માતરમ ' ના નારા સાથે જર્મનીમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત : લોકોએ ચરણ સ્પર્શ કર્યા : નાની બાળકીએ પી.એમ.મોદીના સ્કેચ ઉપર હસ્તાક્ષર લીધા : ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં બર્લિન પહોંચેલા પીએમ મોદીનું એન.આર.આઈ.સમૂહ દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું

બર્લિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના  દેશોત્રણના પ્રવાસના પ્રથમ તબક્કામાં આજરોજ સોમવારે જર્મની પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનું જર્મનીના બર્લિનમાં એનઆરઆઈ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન આજે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારત-જર્મની આંતરસરકારી સલાહકાર કાર્યક્રમની સહ-અધ્યક્ષતા કરશે.

બર્લિન પહોંચેલા પીએમ મોદીના સ્વાગત માટે એનઆરઆઈ પહેલેથી જ ઉભા હતા. પીએમ આવતા જ બધાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન દરેકની ખબર પૂછતા જોવા મળ્યા હતા. તેણે ઘણા બાળકો સાથે પણ વાતચીત કરી. એક છોકરી હાથમાં પીએમ મોદીનો સ્કેચ લઈને ઉભી જોઈ શકાય છે. પીએમએ તે છોકરી સાથે ફોટો ક્લિક કરાવ્યો અને તે સ્કેચ પર ઓટોગ્રાફ પણ આપ્યો. લોકો પીએમ સાથે સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકો વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)