Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ભુલી જવુ

‘‘એકવાર કોઇ જાણી લે છ ેકે જવા કેમ દેવું ત્‍યારેજ પહેલીવાર  તેના જીવનની શરૂઆત થાય છે આપણે જરૂરીયાત વગર કઇક મેળવવાના પ્રયત્‍નો કરીએ છીએ અને પામવાના પ્રયત્‍નો અવરોધ ઉત્‍પન્‍ન કરે છે.''

જીવનને કયારેય પામી શકાતુ નથી જેટલા વ્‍યકિત તેને- પામવાના પ્રયત્‍નો કરે તેટલું જ ઓછુ મળે છે તેની પાસે જવાની જરૂર નથી તે જાતે જ આવે છે. ગ્રહણશીલ અવસ્‍થા બનાવવાની-જરૂર છે તમે જેટલા તેની પાછળ જશો તે તમારાથી દુર જશે.

વ્‍યકિતએ રાહ જોવાનું શીખવાનું છે અને પછી ચમત્‍કાર થશે એકવાર તમે ખૂબજ વિશ્રામની અવસ્‍થામા હશો ત્‍યારે- અચાનક કઇક બદલાવ થશે. પડદો ઉઠી જશે અને તમને જેવુ છે. તેવું દેખાશે જો તમારી આંખો વધારે પડતી ઇચ્‍છાઓ, અપેક્ષાઓથી ભરેલી હશે તો તેને સત્‍ય નહી દેખાય આંખો ઇચ્‍છાઓની ધુળથી ઢંકાયેલ છે.બધીજ શોધ વ્‍યર્થ છે શોધવું એ મનની-અવસ્‍થા છે કઇ શોધ્‍યા વગરની અવસ્‍થામાં રહેવું તે જ મોટા-પરીવર્તનની ક્ષણ છે.

બધા જ ધ્‍યાન આ મહાન ક્ષણની તૈયારી છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:45 am IST)