Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧૫૭ કેસઃ ૧૯,૫૦૦ એક્‍ટિવ કેસઃ ૨૬ના મોત

દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતારઃ ધીમી ગતિએ વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્‍શન

નવ દિલ્‍હી, તા.૨: દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્‍યારે આજે ફરી નવા કેસ ૩ હજારને પાર પહોંચ્‍યા છે જયારે એક્‍ટિવ કેસની સંખ્‍યા પણ ૧૯ હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા ૩૧૫૭ કેસ તો ૧૯૫૦૦ એક્‍ટિવ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૨૬ના મોત થયા છે.

ભારતમાં સૌથી વધુ ૫ સંક્રમિત રાજયોની વાત કરીએ તો દિલ્‍હીમાં કોરોનાના સૌથી વધારે ૧,૪૮૫ કેસ છે. તો હરિયાણામાં ૪૭૯, કેરલમાં ૩૧૪, ઉત્તર પ્રદેશમાં ૨૬૮ અને મહારાષ્ટ્રમાં ૧૬૯ કેસ મળી આવ્‍યા છે.

રવિવારે દિલ્‍હીમાં કોરોનાના ૧,૪૮૫ નવા કેસ નોંધાયા હતા. જો કે, કોઈનું મૃત્‍યુ ન હોતું થયું. રાજધાનીમાં પોઝિટિવિટી દર વધીને ૪.૮૯ ટકા થઈ ગયો છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગના જણાવ્‍યાં અનુસાર, દિલ્‍હીમાં અત્‍યાર સુધીમાં ૧૮,૮૪,૫૬૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને ૨૬,૧૭૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે.

શનિવારે દિલ્‍હીમાં કોરોનાના ૧,૫૨૦ નવા કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતું. જયારે પોઝિટિવિટી દર ૫.૧૦ ટકા હતો. શુક્રવારે, કોવિડ-૧૯ ના ૧,૬૦૭ નવા કેસ નોંધાયા હતા અને ૨ લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. જયારે પોઝિટિવિટી દર ૫.૨૮ ટકા હતો. દિલ્‍હીમાં ૧,૪૯૦ કોવિડ-૧૯ કેસ નોંધાયા હતા તો ગુરુવારે ૨ના મોત નોંધાયા હતા જયારે પોઝિટિવિટી દર ૪.૬૨ ટકા હતો.

(10:41 am IST)