Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કર્ણાટક રાજ્યએ સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી

ગુજરાતને પાછળ કર્ણાટકે સૌથી મોટી ડીલ કરીઃભારતમાં આ સૌપ્રથમ સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ હશે જેમાં ૧૫૦૦થી વધારે ડાયરેક્ટ જોબ મળશે

બેંગલુરુ, તા.૧ : ગુજરાતને પાછળ રાખીને કર્ણાટકે સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી છે. તેના હેઠળ કર્ણાટકમાં ત્રણ અબજ ડોલરનો મેગા પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. ઇન્ટરનેશનલ સેમીકન્ડક્ટર કોન્સોર્ટિયમ ૈંજીસ્ઝ્ર કર્ણાટકમાં એક ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે. ગુજરાત પણ ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આતુર છે.

 સેમીકન્ડક્ટર બનાવવાની યોજનામાં કર્ણાટક બીજા રાજ્યો કરતા આગળ નીકળી જાય તેવી શક્યતા છે.

સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે ભારત મોટી યોજના ધરાવે છે જેમાં રાજ્યો વચ્ચે હરીફાઈ પણ ચાલે છે. આ સ્પર્ધામાં ગુજરાતને પાછળ રાખીને કર્ણાટકે સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી છે. તેના હેઠળ કર્ણાટકમાં ત્રણ અબજ ડોલરનો મેગા પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

નવી હિલચાલ પ્રમાણે ઇન્ટરનેશનલ સેમીકન્ડક્ટર કોન્સોર્ટિયમ ૈંજીસ્ઝ્ર કર્ણાટકમાં એક ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે. અહીં યાદ રાખવું જરૃરી છે કે બીજા રાજ્યો પણ સેમીકન્ડક્ટર ઉત્પાદનમાં આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

ISMC એ અબુધાબી સ્થિત નેક્સ્ટ ઓર્બિટ વેન્ચર્સ અને ઇઝરાયલની કંપની ટાવર સેમીકન્ડક્ટર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. યુએસ ચિપ ઉત્પાદક કંપની ઇન્ટેલે ટાવરને ખરીદવાની યોજના જાહેર કરી છે. ભારતમાં આ સૌપ્રથમ સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ હશે જેમાં ૧૫૦૦થી વધારે ડાયરેક્ટ જોબ અને ૧૦,૦૦૦ જેટલી પરોક્ષ જોબનું નિર્માણ થશે.

ISMC અને ભારતીય કંપની વેદાંતે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ઘણા સમયથી તૈયારી આદરી દીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ અબજ ડોલરના ઇન્સેન્ટિવ પ્લાન હેઠળ અરજી કરી છે. તેઓ ભારતમાં મોટા પાયે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે યુનિટ સ્થાપવા માંગે છે.

વેદાંતે ગયા શનિવારે જાહેરાત કરી હતી કે તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તથા દક્ષિણમાં તેલંગણામાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે પ્રયત્નશીલ છે. આ માટે મેના મધ્ય સુધીમાં જગ્યા નક્કી કરવામાં આવશે. તે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન માટે ૨૦ અબજ ડોલરની રોકાણની યોજના ધરાવે છે.

ભારતમાં સેમીકન્ડક્ટર માર્કેટની સાઈઝ લગભગ ૧૫ અબજ ડોલરની છે જે ૨૦૨૬ સુધીમાં વધીને ૬૩ અબજ ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. હાલમાં ચિપ્સ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં તાઈવાન અને બીજા કેટલાક દેશો આગળ છે. ભારત પણ આ ક્ષેત્રે મહત્ત્વનું સ્થાન મેળવવા માંગે છે.

હાલમાં ઓટોમોબાઈલ સહિત કેટલાક સેક્ટરમાં ચિપ્સની ભારે અછત છે ત્યારે સેમીકન્ડક્ટરની ઉત્પાદન ક્ષમતા મેળવવી જરૃરી છે. ચિપ્સની અછતના કારણે આધુનિક પ્રોડક્ટના ઉત્પાદનને અસર થઈ છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે તો ખર્ચમાં ઘણો કાપ મૂકી શકાશે અને નિકાસ દ્વારા પણ આવક મેળવી શકાશે.

(10:22 pm IST)