Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

બુલંદશહેર હાઉસ બ્લાસ્ટ કેસમાં બે આરોપીઓની ધરપકડ: નયાગાંવમાં ખેતરની વચ્ચે બનેલા મકાનમાં જોરદાર વિસ્ફોટ થતા પાંચ લોકોના મોત

બુલંદશહેર: બુલંદશહેર જિલ્લાના કોતવાલી નગર વિસ્તાર હેઠળના નયાગાંવ ખાતે એક મકાનમાં શુક્રવારે બપોરે થયેલા વિસ્ફોટના સંબંધમાં રવિવારે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અધિક પોલીસ અધિક્ષક (શહેર) સુરેન્દ્ર નાથ તિવારીએ જણાવ્યું હતું કે ગયા શુક્રવારે નયાગાંવમાં ખેતરની વચ્ચે બનેલા મકાનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ ટીમને સ્થળ પરથી કેટલાક પુરાવા મળ્યા હતા, જેના આધારે જાણવા મળ્યું હતું કે રાજ કુમાર નામના વ્યક્તિ દ્વારા ઘરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે. ,

(6:28 pm IST)