Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

હિમાચલ પ્રદેશનાં હિમસ્ખલનની ચપેટમાં લાહૌલના ચમ્બામાં ભૂસ્ખલનથી એકનું મોતરાજ્યના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 19 માર્ગો પર વાહનોની અવરજવર ખોરવાઈ

 શિમલા:  પ્રદેશના ચંબા જિલ્લામાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે રવિવારે લાહૌલમાં હિમસ્ખલન થયું હતું. આ દરમિયાન રાજ્યના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 19 માર્ગો પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ચંબાના સલુની વિસ્તારના ચામદેઉ ગામમાં ભૂસ્ખલનમાં દેવી પ્રસાદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

(6:18 pm IST)