Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ભારતીય નૌકાદળના નવા ચીફ ઓફ પર્સનલ તરીકે વાઇસ એડમિરલ સૂરજ બેરીએ ચાર્જ સંભાળ્યો

સૂરજ બેરીએ આંદામાન અને નિકોબાર કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ઈસ્ટર્ન ફ્લીટને પણ કમાન્ડ કર્યું હતું અને એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યના કમિશનિંગ કમાન્ડિંગ ઓફિસર હતા.

નવી દિલ્લી: વાઈસ ડમિરલ સૂરજ બેરીએ રવિવારે એટલે કે 2 એપ્રિલે ભારતીય નૌકાદળના નવા ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.  સૂરજ બેરી લગભગ ચાર વર્ષ સુધી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યના કમિશન્ડ કમાન્ડિંગ ઓફિસર હતા.  તેમના અન્ય દરિયાઈ પ્રોજેક્ટ્સમાં મિસાઈલ કોર્વેટ આઈએનએસ નિર્ભિક, મિસાઈલ કોર્વેટ આઈએનએસ કર્મુક, સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ તલવારનો સમાવેશ થાય છે.

સૂરજ બેરીના સ્ટાફ અને ઓપરેશનલ એપોઈન્ટમેન્ટ્સમાં ફ્લેગ લેફ્ટનન્ટ, FOC-in-C વેસ્ટર્ન નેવલ કમાન્ડ, ઓપરેશન્સ ઓફિસર, મોબાઈલ મિસાઈલ કોસ્ટલ બેટરી, ફ્લીટ ગનરી ઓફિસર, વેસ્ટર્ન ફ્લીટ, શ્રીલંકા અને માલદીવમાં ભારતીય હાઈ કમિશનરના સંરક્ષણ સલાહકારનો સમાવેશ થાય છે.

બેરી શ્રીલંકા/માલદીવમાં સુનામી રાહત કામગીરી દરમિયાન તેમની સેવાઓ માટે 2006માં વિશિષ્ઠ સેવા મેડલ, ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે 2015માં નાઓ સેના મેડલ અને 2020માં અતિ વિશિષ્ઠ સેવા મેડલ મેળવનાર છે.

વાઇસ એડમિરલ સૂરજ બેરીએ યુએસ નેવલ વોર કોલેજમાંથી નેવલ સ્ટાફ કોર્સમાંથી ઇન્ટરનેશનલ સિક્યુરિટી સ્ટડીઝમાં ડિસ્ટિંક્શન સાથે ગ્રેજ્યુએટ ડિપ્લોમા, વેપન્સ ટેક્નોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી અને ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં બીજી માસ્ટર ડિગ્રી ધરાવે છે.

(4:04 pm IST)