Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી જનતા ત્રસ્ત

મોંઘવારીનું ભૂત ધૂણી રહયું છે : રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ અને મુસાફરીના ખર્ચમાં વધારો

જયપુરઃ કોરોના કાળમાં સામાન્ય માણસનું જીવન દિવસે-દિવસે અઘરૂ બનતું જાય છે. કોરોના કાળે લોકોને આર્થીક રીતે ભાંગી નાખ્યા છે તો બીજી તરફ ગેસ સીલીન્ડરની સબસીડી બંધ થઇ છે અને ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવ રાજાની કુંવરીની જેમ વધી રહયા છે. આ ભાવ વધારાના કારણે રોજીંદી જરૂરીયાતની વસ્તુઓ પણ મોંઘી થવા લાગી છે.

એપ્રિલ ર૦ર૦ પછી ઘરેલુ ગેસ સીલીંડર પર મળતી સબસીડી જાહેરાત કર્યા વગર બંધ થવાથી લોકોએ પ૮ ટકા વધારે ભાવ ચુકવવા પડી રહયા છે. વ્યવસાયીક સીલીન્ડરના ભાવ પણ ૧ર૯૬ થી વધીને ૧૬રપ રૂપીયા થઇ ગયા છે. તો ફોર વ્હીલર વાહનો ચલાવવાનું સતત મોંઘુ થઇ રહયું છે. માર્ચ ર૦ર૦ના પેટ્રોલના ભાવ ૭પ.પર અને ડીઝલના ભાવ ૬૯.ર૩ રૂપીયા હતા તેમાં અનુક્રમે રર.ર અને ર૦.૬૬ રૂપીયાનો વધારો થયો છે.

(3:05 pm IST)