Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઇન્‍ડિગોએ પૌંઆને ફ્રેશ સેલડ ગણાવ્‍યા

ટ્‍વિટર-યુઝર્સે સેલડના ઇન્‍ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી

મુંબઇ,તા. ૨: ઇન્‍ડિગો એરલાઇને એના પ્રમોશનલ કેમ્‍પેનના ભાગરૂપે એક પોસ્‍ટ મૂકતાં જ સોશ્‍યલ મીડિયા પર એની ખૂબ ચર્ચા થવા માંડી છે. ટ્‍વિટર પર આ એરલાઇને આ પોસ્‍ટમાં ‘મેઇડ ટુડે અને સર્વ્‍ડ ટુડે'સેલડની વાત કરી.

જોકે આ પોસ્‍ટમાં ફ્રેશ સેલડનો ફોટો મૂકવાને બદલે ઇન્‍ડિગોએ ઇન્‍ડિયન બ્રેકફાસ્‍ટ પૌંઆની ઇમેજ શેર કરી હતી. વળી એમાં ફ્રેશનેશ બતાવવા માટે લીંબુ નિચોવાઈ રહ્યું હોવાનું બતાવાયું છે. આ ઇમેજે ટ્‍વિટર-યુઝર્સનું ધ્‍યાન ખેંચ્‍યું છે. ટ્‍વિટર-યુઝર્સે સેલડના ઇન્‍ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી છે.

(10:59 am IST)