Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર ૧૮ વર્ષે ટેકસ પાછો લાગ્યો

૩૧ જાન્યુઆરી સુધીના લાભને સંરક્ષિત રાખવાની જોગવાઇને લીધે બજારનું ધોવાણ અટકયું

નવી દિલ્હી તા. રઃ સરકારે ૧૮ વર્ષના સમયગાળા બાદ ગઇ કાલે ઇકિવટીના વેચાણમાં થતા નફા પર ૧૦ ટકાનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેકસ લાગુ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ સાથે જ ઇકિવટી મ્યુચ્યુઅલ ફન્ડમાં મળતા ડિવિડન્ડની આવક પર પણ ૧૦ ટકા લેખે કરવેરો લેવાની જાહેરાત ર૦૧૮-'૧૯ના બજેટમાં કરી છે.

નોંધનીય છે કે LTCG ગણતી વખતે ૩૧ જાન્યુઆરી ર૦૧૮ના ભાવને આધાર ગણવામાં આવશે. આમ કેપિટલ ગેઇન્સ એ ભાવ કરતાં વધારે ભાવે થયેલા વેચાણમાંથી મળેલા નફા પર ૧૦ ટકા લેખે લાગુ થશે. LTCG ની જાહેરાત થતાં શેરબજારમાં ૪૦૦ પોઇન્ટનો કડાકો બોલાયો હતો, પરંતુ ૩૧ જાન્યુઆરીના ભાવની સ્પષ્ટતા થતાં બજાર સુધર્યું હતું અને ઘટાડો મામૂલી રહ્યો હતો.

સરકારને LTCG દ્વારા પ્રથમ વર્ષે ર૦,૦૦૦ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થવાનો અંદાજ છે. ત્યાર પછીનાં વર્ષોમાં આવક વધતી જશે એમ તેમનું કહેવું છે.

અત્યારે ઇકિવટીની ખરીદીના એક વર્ષની અંદર કરાયેલા વેચાણ પર થતા નફાને ૧પ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગુ થાય છે. એક વર્ષ પછી કરાતા વેચાણના નફાને LTCG કહેવાય છે અને અત્યાર સુધી એના પર કોઇ કરવેરો નહોતો.

જેટલીએ કહ્યું હતું કે 'કરમુકિત વગર પણ ઇકિવટીનું રોકાણ આકર્ષક છે. આથી LTCG ટેકસ લાગુ કરી શકાય એ વાતમાં વજૂદ છે. કંપનીઓને થતા નફાની રકમ મેન્યુફેકચરિંગમાં રોકવાને બદલે નાણાકીય એસેટ્સમાં રોકવામાં આવતી હતી.'

ઇકવિટી ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફન્ડના ડિવિડન્ડ પરના ૧૦ ટકાના ટેકસ વિશે તેમણે કહ્યું હતું કે એનાથી ગ્રોથ ઓરિયેન્ટેડ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યગુશન ફન્ડ સમાન સ્તરે આવી જશે. (૭.રર)

(11:44 am IST)