Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

તમારો આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કઇ રીતે કરશો ચેક?

બેંક એકાઉન્ટનું આધાર લિકિંગ છે ફરજીયાતઃ આધાર વગર એકાઉન્ટ ઓપન થશે પરંતુ પાછળથી કરાવવું પડશે લિંક

નવી દિલ્હી તા.૨ : સરકારે દરેક બેંક એકાઉન્ટ સાથે તેની આધાર ડિટેઇલ લિંક કરવી ફરજીયાત બનાવી છે. જોકે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર સહિતની જુદી જુદી મહત્વની સર્વિસમાં આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી છે.

ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'આધાર વગર પણ બેંક એકાઉન્ટ ખોલી શકાશે પરંતુ એકાઉન્ટ હોલ્ડરે ખાતુ ઓપન કરાવતી વખતે આધાર માટે અપ્લાય કર્યા હોવાની સાબિતી આપવી પડશે.' ત્યારે તમને પણ તમારી બેંક દ્વારા આધાર લિંકિંગ માટે ડોકયુમેન્ટ માગવામાં આવ્યા હશે. અને તમે આપ્યા હોય તો પણ એવી શકયતા રહેલી છે કે તમારુ આધાર લિંકિંગ ન થયું હોય.

– હવે અહીં તમારો આધાર નંબર અને સિકયોરિટી કોડ એન્ટર કરો અને સેન્ડ OTP પર કિલક કરો. જે તમારા રજીસ્ટર નંબર પર આવશે. – મોબાઈલ પર આવેલા OTP ને એન્ટર કરી લોગ ઇન પર કિલક કરો. – જો તમારી આધાર ડિટેઇલ અને બેંક એકાઉન્ટ લિંક કરી દેવામાં આવ્યા હશે તો નેકસ્ટ પેજ પર લીલા કલરના ટિક સાથે કોંગ્રેચ્યુલેશન મેસેજ આવશે.

SMS સર્વિસ દ્વારા પણ તમે સ્ટેટસ ચેક કરી શકો છો. તમારુ બેંક એકાઉન્ટ અને આધાર ડેટા એકબીજા સાથે લિંક છે કે નહીં તે SMS સર્વિસ દ્વારા પણ ચેક કરી શકાય છે. – મોબાઇલમાંથી ડાયલ કરો *99*99*1#. – ત્યારબાદ ૧૨ ડિજિટ આધાર નંબર નાખો. – જો તમારી બેંક અને આધાર ડિટેઇલ લિંક હશે તો તમને બેંક ડિટેઇલ દેખાડશે. – જોકે, તમારા એકથી વધુ એકાઉન્ટ હશો તો જે એકાઉન્ટ છેલ્લે લિંક થયું હશે તે જ દેખાશે. – આ સ્થિતિમાં તમારે બીજા એકાઉન્ટ માટે બેંક પર જઈને તપાસ કરવી પડશે.(૨૩.૧૨)

આ રીતે ચેક કરો આધાર લિંક થયું છે કે નહીં

આધારની વેબસાઈટ – www.uidai.gov.in ઓપન કરો. – હવે અહીં ચેક આધાર & બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ પર કિલક કરો – જે તમને એક લોગ ઈન પેજ પર લઈ જશે. અહીં તમારે પોતની આધાર ડિટેઇલ સબમિટ કરવી પડશે. ત્યારબાદ આધારના તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે. રજીસ્ટર મોબાઇલ નંબર જરુરી.

(3:41 pm IST)