Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ફિફા વર્લ્ડકપ :કેનેડા સામે 1-2થી જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં

પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે

મુંબઈ :  કતારના અલ થુમામા સ્ટેડિયમમાં કેનેડા અને મોરોક્કોની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Fની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 42મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. આજની આ મેચમાં 2-1થી ભવ્ય જીત મેળવીને મોરક્કોની ટીમ ગ્રુર ટોપર બની છે. સાથે સાથે આ ટીમ ફિફા વર્લ્ડકપ 2022ના પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.ફિફા વર્લ્ડ રેકિંગમાં કેનેડાની ટીમ આ યાદીમાં 42માં સ્થાને છે, જ્યારે મોરોક્કોની ટીમ આ યાદીમાં 22માં સ્થાને છે.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 42 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી.

3 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે. કવાર્ટર ફાઈનલની મેચો 9થી 11 ડિસેમ્બર વચ્ચે રમાશે, જેમાં 4 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાનલ મેચ, 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ અને 18 ડિસેેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

(12:54 am IST)