Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

AIIMS બાદ હવે જળ શક્તિ મંત્રાલય હેકર્સના નિશાને : સુરક્ષા એજન્સી અને સાયબર એક્સપર્ટ તપાસ દ્વારા તપાસ શરૂ  

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના ટ્વિટર હેન્ડલને હેક કર્યું: AIIMSનું સર્વર સતત આઠમા દિવસે ડાઉન રહ્યું

નવી દિલ્હી : હેકર્સે સવારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના ટ્વિટર હેન્ડલને હેક કર્યું હતું. સુરક્ષા એજન્સી અને સાયબર નિષ્ણાતોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ એવા સમયે હેક કરવામાં આવ્યું હતું જ્યારે તાજેતરમાં AIIMS દિલ્હીના સર્વર પર સાયબર એટેક થયો હતો. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ટ્વિટર એકાઉન્ટ ફિક્સ થઈ ગયું છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું સર્વર મંગળવારે સતત આઠમા દિવસે ડાઉન રહ્યું હતું. જો કે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વર પર ‘ઈ-હોસ્પિટલ ડેટા’ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

બીજી તરફ, AIIMSએ ફરજમાં બેદરકારીના આરોપસર કારણ બતાવો નોટિસ જારી કર્યા બાદ સોમવારે બે ‘સિસ્ટમ એનાલિસ્ટ’ને સસ્પેન્ડ કર્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓની ભલામણો અનુસાર હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

બુધવારે સવારે AIIMSના સર્વરમાં ભંગની જાણ થઈ હતી. આશંકા છે કે ભંગને કારણે લગભગ 3-4 કરોડ દર્દીઓના ડેટા પ્રભાવિત થઈ શકે છે. સર્વર ડાઉન હોવાને કારણે ઈમરજન્સી યુનિટ, બહારના દર્દીઓ, દાખલ દર્દીઓ અને લેબોરેટરી વિભાગમાં પેશન્ટ કેર સેવાઓ પેપર મુજબ મેનેજ કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

(9:18 pm IST)