Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અભયભાઈ ભારદ્વાજનો જીવનદીપ બુઝાયો

કોરોના સામેનો જંગ હારી ગયા : ચેન્નાઈ હોસ્પિટલમાં બપોર પછી અંતિમ શ્વાસ લીધા : અંશ સાથે જાણીતા ધારાશાસ્ત્રી તુષારભાઈ ગોકાણીએ ત્યારે પાંચ વાગ્યે અકિલાને જણાવ્યુ હતું.

કોરોના સામેનો જંગ હારી ગયા : ચેન્નાઈ હોસ્પિટલમાં બપોર પછી અંતિમ શ્વાસ લીધા : બે મહિના લડત આપી : નરેન્દ્રભાઈએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી : અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજ અને તેમના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજે અકિલાને જણાવેલ કે આજે બપોર બાદ ભારે હૃદયરોગનો હુમલો આવેલ.

           ભાજપના રાજ્યસભા સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું નિધન થયું છે.તેમનું કોરોનાથી નિધન થયું છે. તેમની ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુજરાતના રાજ્યપાલે પણ તેમના મૃત્યુ અંગે દિલસોજી પાઠવી છે. આમ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ એહમદભાઈ પટેલ પછી વધુ એક રાજ્યસભા સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું નિધન થયું છે. પહેલા તેમની ગુજરાતમાં સારવાર ચાલતી હતી, પરંતુ પછી તબિયત બગડતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવાયા હતા. તેમણે ચેન્નઈમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

(6:25 pm IST)