Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવશે, નીચેના વર્ગને માસ પ્રમોશન અપાશે, કેન્દ્ર સરકારે ફેરવિચારણા કરી છે, નવા શૈક્ષણિક સત્ર પહેલાં શાળાઓ ખુલે તેવી શક્યતા નથી જણાતી, નવા સત્રથી શાળાઓ શરૂ કરવા સરકાર વિચારી રહી છે, સરકાર હજુ શાળાઓ શરૂ કરવા માગતી નથી, સ્થિતિ નહીં સુધરે તો બોર્ડની પરીક્ષા પણ પાછી ઠેલાઈ શકે છે: રાજકોટમાં કોરોનાએ આજે વધુ દસ વ્યક્તિનો ભોગ લીધો છે, રાજકોટમાં શોપીંગ મોલ અને હેર સલૂનમાં ચેકિંગ દરમિયાન આઠ પોઝિટિવ કેસો મળી આવ્યા, રાજકોટને ૨૦ કરોડની ગ્રાંટ ફાળવતી રાજ્ય સરકાર, ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની જાહેરાત: આજથી ઇ વે બીલનો નવો નિયમ અમલી બન્યો, જીએસટી રિટર્ન નહીં ભરનારા વેપારીઓનું e way bill જનરેટ નહીં થાય, બ્લોક થઈ જશે..: આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે હવે કોવિડ પાસપોર્ટ આવશે, વિદેશ જનારાએ ૨ પાસપોર્ટ રાખવા પડશે: અમેરિકામાં સતત દોઢ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા નોંધાયા છે, જ્યારે ભારતમાં કોરોનાની સંખ્યા ઘટતી જાય છે, આજે સવારે ૨૪ કલાકમાં ૩૧ હજાર કેસ અને ૪૮૨ નવા મોત નોંધાયા છે: આજથી સેબી ના નવા પિક માર્જિન ના નિયમોનો અમલ, વોલ્યુમ ઘટી જશે: ભાવનગર પંથકમાં પુત્રના હાથે માતાની હત્યા, માનસિક અસ્થિર જયેન્દ્રસિંહ ગોહિલે ૭૫ વર્ષના વૃદ્ધ માતાની કયા કારણથી હત્યા કરી તેની તપાસ ચાલુ: ભાવનગર નજીક કરદેજ ગામ ના રાજુ હાડાની હત્યા, પત્નીની સહેલી સાથે પ્રેમ સંબંધમાં મોત મળ્યું: અમદાવાદમાં રાજકોટના સોની વેપારીના ૩૫ લાખના દાગીના રિક્ષાચાલક અને તેના સાગરીતો બઠાવી ગયા: રાજકોટની કોવિડ હોસ્પિટલની આગ સંદર્ભે આરોપી ૩ ડોક્ટરોએ પોલીસ મથકમાં રાત વિતાવી, કોર્ટમાં રજૂ: દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના ટેસ્ટના ભાવ માત્ર ૮૦૦ કરી નાખ્યા, ગુજરાતમાં ક્યારે અમલ ?: અમદાવાદના એક બંગલામાં એક સાથે ૩૪ ને કોરોના વળગ્યો, કોર્પોરેટરનો આક્ષેપ 'માત્ર બાર ચોપડે બતાવ્યા': રાજકોટ શહેર ભાજપના ૨૨ હોદ્દેદારોની ટીમ જાહેર, સાત નવા ચહેરા, ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રી, ૮ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીની જાહેરાત કરતાં કમલેશ મીરાણી: રાજકોટના માંડાડુંગર પાસે પતિને છોડીને અલગ રહેતી ભારતી સાકરીયાને પતાવી દઈ, લાશ લટકાવી ઘરને તાળું મારી દીધું, પતિની પૂછપરછ ચાલુ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત ચાલુ નલિયા ૧૫.૨ અને રાજકોટ ૧૯ ડિગ્રી આજે સવારે લઘુત્તમ તાપમાન રહ્યું: પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય વિસ્ફોટ થવાની તૈયારી, તૃણમૂલ કોંગ્રેસના ૬૨ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ભાજપ સાંસદનો દાવો, ટૂંક સમયમાં મમતા સરકાર ગબડી પડશે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે વરસાદ પડશે, તારીખ ૧૫ થી ૧૭ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાંની સંભાવના, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો પારો ૧૨ ડિગ્રી આસપાસ રહેશે: હળવદ પાસે ઇકો કારમાં જઇ રહેલ જાનને અકસ્માત, ૮ જાનૈયાને ઇજા: વિરમગામ પાસેથી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો, પતિએ પત્નીના 20 વર્ષ જૂના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું, ઉજ્જૈનમાં તાંત્રિકને હાથ બતાવતા ૨૦ વર્ષ પહેલાં તેની પત્નીને લફરું હોવાનું કહેતા, છેલા ભરવાડે ગુસ્સામાં હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો: સૌરાષ્ટ્રના ગારિયાધારમાં મોટી વાવડી ગામની સીમમાં સિંહ દ્વારા ગાયનું મારણ: શ્રીલંકામાં કેદીઓ અને જેલ અધિકારીઓ વચ્ચે ભારે રમખાણ, આઠના મોત, ૫૦ ઘાયલ: ૨૦૨૧ ના પ્રારંભે સોનાના ભાવ ઘટીને ૪૨ હજાર સુધી થઇ જવાની સંભાવના: ૧૯ કિલો ગ્રામ વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયા સુધીનો વધારો: ગુજરાતની બેંકોના 1,000 કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપટમાં આવી ગયા, બાર કર્મચારીઓના મોત: જસદણ પાસે લગ્નમાં જતાં પરિવારની કારમાં આગ ભભૂકી, 9 વ્યક્તિઓના બચાવ: સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમાએ દર્શન, આરતી, ખગોળીય સંયોગની ઝાંખી કરાવવામાં આવી: દ્વારકા જગત મંદિરના પટરાણી નિવાસમાં દેવદિવાળીની દીપમાળા: કોરોનાનો કહેર, કચ્છમાં એકનો ભોગ લીધો, નવા ૩૩ કેસ, ઝાલાવાડમાં ૨૩ અને ભાવનગરમાં ચૌદ નવા દર્દી: કેન્દ્ર સરકાર વ્યક્તિદીઠ કોરોના વેકસીન માટે ૪૦૦ રૂ.નો ખર્ચ કરશે, રસીના બે ડોઝ આપશે

(1:11 pm IST)
  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે : ભારતનું દિલ્હી બીજા ક્રમે : નેપાળની રાજધાની કાઠમંડુ ત્રીજા ક્રમે : વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરો પૈકી પ્રથમ ત્રણ સાઉથ એશિયાના : યુ.એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સનો સર્વે access_time 11:53 am IST

  • ઉર્મિલા માતોંડકરની રાજનીતિની બીજી ઇનીંગ : હવે શિવસેનામાં જોડાઇ : ઉધ્ધવની હાજરીમાં પ્રવેશ access_time 3:21 pm IST