Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

મીરા-ભાઇંદર વસઈ-વિરારમાં પ્રૉપર્ટી ભાડે આપવી હોય તો પોલીસની મંજૂરી અનિવાર્ય

ભાડે આપતા પહેલા આપવી પડશે માહિતી : પોલીસ કમિશનરેટ સદાનંદ દાતેએ આદેશ પણ જાહેર કર્યો

મુંબઈ : મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ અંતર્ગત આવતી બધી જ પ્રાઇવેટ પ્રૉપર્ટી ધરાવતા લોકોએ હવે પોતાની પ્રૉપર્ટી કોઈને પણ ભાડા પર આપવી હોય તો એને આપવા પહેલાં તેની સંપૂર્ણ માહિતી પોલીસને આપવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ વિશે પોલીસ કમિશનરેટ સદાનંદ દાતેએ આદેશ પણ જાહેર કર્યો છે.

થાણે અને પાલઘર જિલ્લામાં આવતા મીરા-ભાઈંદર અને વસઈ-વિરારના પરિસરમાં મોટા પાયે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો, વિદેશથી વ્યવસાય સંદર્ભે રહેવા આવે છે જેથી ફ્લૅટ, ઘર, દુકાન, હોટેલ, જમીનને ભાડેથી લેતા હોય છે, પરંતુ હવે કોઈને પણ પ્રૉપર્ટી ભાડા પર આપવા પહેલાં એની જાણકારી પોલીસને આપવી જરૂરી થઈ ગયું છે, જેથી જરૂર પડે ત્યારે પોલીસને મદદ મળી શકે અને કોઈ કાર્યવાહી કરવી પડે તો પોલીસ કરી શકે છે. એ માટે ફોજદારી દંડ પ્રક્રિયા કલમ ૧૪૪(૧) (૨)ને અનુસાર પોલીસ કમિશનરેટે આદેશ જાહેર કર્યો છે. પ્રાઇવેટ પ્રૉપર્ટી ભાડા પર આપવા પહેલાં એની તપાસ અને કરાર કર્યાના ૨૪ કલાકની અંદર પાસે આવેલા પોલીસ સ્ટેશને એની જાણકારી આપવાની રહેશે. આ આદેશ પહેલાં પણ કોઈએ ભાડા પર વ્યવહાર કર્યો તો એની જાણકારી પોલીસને આપવી પડશે.

(12:57 pm IST)