Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

૨૦૨૧ના પ્રારંભે સોનાના ભાવ ઘટીને રૂપિયા ૪૨ હજાર સુધી થઈ શકે છે

લોકો હવે સોનાનાં રોકાણમાં આ પ્રકારનો ઉત્સાહ બતાવી રહ્યા નથી. જેના કારણે સોનાનાં ભાવ નીચે આવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧: દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ કોરોના સંકટની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા પછી, સોનું તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જોકે હવે ભારતમાં સોનાના ભાવને લઈને સારા સંકેતો મળી રહ્યા છે. ૨૦૨૦ના પૂર્ણ થવાના આરે હવે માત્ર એક મહિનો બાકી રહ્યો છે. જયારે બીજી તરફ વર્ષ ૨૦૨૧ માં પણ સોનાના ભાવ વિશે વધુ સારા સમાચાર મળી શકે છે. તાજેતરમાં, સોનું સસ્તું થયું છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા વર્ષના પ્રારંભમાં એટલે કે ૨૦૨૧ ની શરૂઆતમાં સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂ. ૪૨,૦૦૦ નો ઘટાડો થઈ શકે છે. કેમ આવું થશે? ઘણા કારણો આ માટે જવાબદાર છે. પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે તેને રોકવા માટે કોરોના અને રસી બનાવવામાં આવી રહી છે.

કોરોના સમયગાળા દરમિયાન, સોનામાં પુષ્કળ પ્રમાણમાં મુડીરોકાણ થયું હતું. આવું એટલા માટે પણ છે કારણ કે સોનાને સલામત રોકાણ તરીકે માનવામાં આવે છે. જો કે આને કારણે સોનાનાં ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો. અને સોનાનો ભાવ તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. હવે, વિશ્વમાં દ્યણી કોરોના રસી લગભગ તૈયાર છે અને રૂપિયામાં મજબુતી પરત ફરી છે. બજાર પૂર્ણ ક્ષમતા સાથે ખુલી રહ્યું હોવાથી શેર બજાર પણ વેગ પકડી રહ્યું છે. આ દ્રષ્ટીએ, લોકો હવે સોનાનાં રોકાણમાં આ પ્રકારનો ઉત્સાહ બતાવી રહ્યા નથી. જેના કારણે સોનાનાં ભાવ નીચે આવી રહ્યા છે.છેલ્લા ત્રણ અઠવાડિયામાં સોનાના ભાવમાં ૪૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. બે દિવસ પહેલા દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું ૧૦ ગ્રામ દીઠ ૪૮,૧૪૨ રૂપિયા પર બંધ થયું હતું. નોંધપાત્ર બાબત એ છે કે સોનું ઓગસ્ટ મહિનામાં ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૬,૨૦૦ પર પહોંચી ગયું હતું. આ સોનાનું ઉચ્ચતમ સ્તર હતું.

જેમ જેમ કોરોના રસી તૈયાર થઈ રહી છે અને લોકો સુધી પહોંચવાની શકયતા વધી રહી છે, તેમ-તેમ સોનાની કિંમત દ્યટશે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ૨૦૨૧ ફેબ્રુઆરી સુધીમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૪૨,૦૦૦ સુધી પહોંચી શકે છે. તે જ પ્રકારે ચાંદીના ભાવ પણ દ્યટશે; સોના સિવાય ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે.

આવતા વર્ષે  જાન્યુઆરીનાં અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં સોનાનાં ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં સોનાનાં ભાવમાં દ્યટાડા પાછળનું કારણ કોરોના રસી છે. કેન્દ્ર સરકારે કોરોના રસીનાં લગભગ ૪૦ કરોડ ડોઝ ખરીદવા માટે સીરમ ઇન્સ્ટીટ્યુટ સાથે વાતચીત કરી રહી છે.

(11:45 am IST)