Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જાણો શું રહેશે ચાલુ, શું રહેશે બંધ

કન્ટેનમેન્ટ ઝોનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી : કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો બંધ રહેશે : કોરોનાના નિયમોનું પાલન અનિવાર્ય રહેશે

નવી દિલ્હી તા. ૧ : કોરોના વાયરસ મહામારીની વચ્ચે દુકાનોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો બંધ રહેશે. ફકત કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ બજારો ચાલુ રાખી શકાશે.

જાહેર કરાયેલા દિશા નિર્દેશોમાં કેન્દ્રીય મંત્રાલયની તરફથી વૃદ્ઘો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ફકત જરૂરી કામ માટે ઘરની બહાર નીકળવાની પરમિશન અપાશે. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝ અને માસ્કના નિયમો પર ભાર મૂકાશે.

હાઈ રિસ્ક વિસ્તારોમાં દુકાનોને ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવાની સાથે દુકાન ખોલવા માટે કેટલાક નિયમો લાગૂ કર્યા છે. ગાઈડલાઈન્સના અનુસાર દુકાનદારોએ દુકાન ખોલતાં પહેલાં અંદરની દરેક જગ્યા સેનેટાઈઝ કરવાની રહેશે. આ સિવાય એ જગાઓ પણ સેનેટાઈઝ કરવાનું કહેવાયું છે જે ગ્રાહકોના સંપર્કમાં વધારે આવે છે.

ટોયલેટ, હેન્ડ વોશિંગ અને પીવાનું પાણી સ્ટેશનોની રોજ ૨થી ૩ વાર સફાઈના નિર્દેશ આપ્યા છે. ઓપન સ્પેસ અને લોકો માટે ઉપયોગમાં આવતી જગ્યાઓને પણ રોજ સેનેટાઈઝ કરવાના આદેશ સરકારે આપ્યા છે.

નવા નિયમો અનુસાર માર્કેટ એસોસિયેશનને કોરોના વાયરસની સાથે સાવધાની માટેની ગાઈડલાઈન્સ જાહેર કરતાં એક સમિતિ બનાવવાની સૂચના આપી છે. નિયમમાં લાગૂ બજાર પોતે વિફર રહેશે તો વૈકલ્પિક દિવસે બજાર ખોલવા અને બંધ કરવાની પરમિશન સરકાર આપે તે શકય છે. આ એ ક્ષેત્રોમાં લાગૂ થશે જયાં કોરોનાનો ખતરો વધારે છે.

(11:44 am IST)