Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કેરળની સ્થાનિક ચૂંટણીમાં 'કોરોના'એ પણ ઝંપલાવ્યું

છોભીલા ઉમેદવાર કહે છે કે મારા નામનો વાયરસ પણ આવશે એવી કલ્પના જ ન હતી : કિંગકોંગ, જયપ્રકાશ નારાયણ અને કોમરેડ મોદી નામના પણ ઉમેદવારો

તિરુવનંતપુરમ, તા.૧ : કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અનોખા નામવાળા ઉમેદવારોના પોસ્ટર અને ચૂંટણી પ્રચારની જાહેરાતો સાંભળીને  હેરાની થઇ શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન 'કિંગકોગ' છે તમારા ઉમેદવાર, 'રાણી ઝાંસી માટે વોટ કરો' કે પછી મોદીનું ચૂંટણી ચિન્હ છે. 'હાંસિયો, હથોડો કે તારા' જેવા સૂત્રો નારા કે પછી ઉમેદવાર અનોખા નામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

કેરળમાં આગમી મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, કેટલાક અનોખા નામ ધરાવતા ઉમેદવારો પોતાની રાજકીય વિચારધારા કે પછી ચૂંટણી વચનો માટે નહીં પરંતુ વિચિત્ર કે વિશિષ્ટ નામના કારણે  સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

બ્રસાલિયા, લુકમાન કોરોના કે પછી જેપી ૭૭ જેવા નામવાળા ઉમેદવારોનું માનવું છે કે આનાથી તેમને તેમના રાજકીય હરીફ સામે માઇલેજ મળશે અને મતદારો તેમને સરળતાથી યાદ રાખી શકશે.

કોલ્લમ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોનું નામ કોરોના થોમસ છે મારા પિતાએ કયારેય વિચાર્યુ નહોતુ કે આ નામથી વાયરસ હશે જેનાથી આખી દુનિયા રડશે

કયાના ગ્રામ પંચાયતના એક ઉમેદાવરનું નામ જયપ્રકાશ નારાયણ પરથી આપવામાં આવ્યું છે, જેમાં જેપીનું ૧૯૭૭નું આંદોલન આવરી લીધું અને આ ઉમેદવારનું નામ જેપી ૭૭ છે જેપી ૭૭ના પિતા આરએસએસ સાથે સંકળાયેલા હતાં અને જયપ્રકાશ નારાયણના વિચારમાં માનતા હતા.

કેરળમાં ત્રણ ચરણમાં ૮મી ડિસેમ્બરે ૯૪૧ ગ્રામ પંચાયતો, ૧૫૨ તાલુકા પંચાયતો, ૧૪ જિલ્લા પંચાયતો, ૮૬ નગરાલિકાઓ અને ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. ૧૬મી ડિસેમ્બરે મતગણતરી થશે.

કિંગકોંગ વાસ્તવમાં બહુ મૃદુભાષી

કેરળના કોંગ્રેસના ૫૭ વર્ષીય ઉમેદવાર કિંગકોંગ પણ પોતાના નામને કારણે ચર્ચામાં છે. જોકે કિંગકોંગ નામ ધરાવતા ઉમેદવાર ખૂબ મૃદુભાષી છે. આ મારીક્કુલમ નોર્થ વિલેજ પંચાયતમાં વોર્ડ નંબર ૪માં ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસી ઉમેદવારે ખૂદ સ્વીકાર્યુ કે આ ખૂબ વિચિત્ર નામ છે પરંતુ તેમને આનંદ છે કે આ નામથી ચર્ચામાં રહેવા માટે મદદ મળી છે. તેમણે કહ્યું કે મારા માતા-પિતા અને ભાઇ-બહેન હોલીવુડ ફિલ્મોના ચાહક છે અને તેમણે જ મને આ નામ આપ્યુ છે. કેટલાક લોકોએ પહેલા મારી મજાક ઉડાવી પરંતુ હવે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની દુઆ મળી રહી છે, કારણકે મને લાગે છે નામના કારણે જ લોકો મારામાં રસ દાખવી રહ્યા છે.

ફૂટબોલ ચાહક કાકા ભત્રીજાને બ્રાસીલિયા નામ આપ્યું

ઉત્તર કોઝિકોડ જિલ્લાથી ચૂંટણી લડી રહેલા બ્રાસીલિયાએ કહ્યું કે તેમના કાકા બ્રાઝિલ ફૂટબોલ ટીમના મોટા ચાહક હતા. તેમણે મારૂ નામ આના પરથી આપ્યું છે, જે સીએ સ્વીકારી લીધુ છે.

(11:42 am IST)