Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આવશે કોવિડ પાસપોર્ટ

વિદેશ જનારે બે પાસપોર્ટ રાખવા પડશેઃ ડીઝીટલ કોવિડ પાસપોર્ટમાં કોરોનાની રસી અંગેની બધી માહિતી હશેઃ આ પાસપોર્ટ રાખવાથી કોઈપણ દેશમાં યાત્રા કરવા પર મુસાફરે કોરન્ટાઈન નહિ થવુ પડે

નવી દિલ્હી, તા. ૧ :. કોરોનાકાળમાં ટૂંક સમયમાં બે પ્રકારના પાસપોર્ટ સાથે મુસાફરી કરવા તૈયાર થઈ જાવ. તમારે વિદેશ યાત્રા દરમિયાન તમારા દેશના પાસપોર્ટ સાથે 'ડીઝીટલ કોવિડ પાસપોર્ટ' દેખાડવો પડશે. આ ડીઝીટલ પાસપોર્ટમાં કોરોનાના રસીકરણની તમામ માહિતી નોંધાયેલી છે.

પર્યટન સંસ્થા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન વેકસીન લગાવનાર આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરો માટે ડીઝીટલ પાસપોર્ટ તૈયાર કરવા મુકામ કરી રહેલ છે. એપ આધારીત આ પાસપોર્ટમાં યાત્રીના રસીકરણ અને તપાસ વગેરેની માહિતી નોંધાયેલી છે. જે યાત્રીઓએ રસી લગાવી હશે તેઓની માહિતી તેમના પાસપોર્ટમાં નોંધાયેલી હશે. જેનો ફાયદો એ હશે કે એવા યાત્રીકોએ કોઈપણ દેશમાં યાત્રા કરવા પર કોરન્ટાઈન થવુ નહિ પડે. આનાથી તેઓનો સમય અને પૈસા પણ બચશે. ઓસ્ટ્રેલીયાઈ વિમાન કંપની કવાંટાસનુ કહેવુ છે કે વિદેશ યાત્રા કરનારાઓ માટે કોવિડની રસી અનિવાર્ય બનાવાશે. કોવિડ પાસપોર્ટથી પર્યટન ઉદ્યોગને વેગ મળી શકે છે.

(10:57 am IST)