Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

૨૪ કલાકમાં ૩૧૧૧૮ કેસ : દેશમાં ૪૮૨ના મોત

કુલ કેસ ૯૪૬૨૮૦૯: કુલ મૃત્યુઆંક ૧૩૭૬૨૧: એકટીવ કેસ ૪૩૫૬૦૩: વિશ્વમાં કુલ કેસ ૬૩૫૮૯૨૯૧: કુલ મૃત્યુ ૧૪૭૩૯૨૦: એકટીવ કેસ ૧૮૧૩૧૨૫૨

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો ૯૪૬૨૮૦૯ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૧૧૮ નવા દર્દીઓ આવ્યા છે અને ૪૮૨ લોકોના મોત થયા છે.

કોરોનાથી અત્યાર સુધીમાં ૮૮૮૯૫૯૫ લોકો સાજા થયા છે. હાલ એકટીવ કેસ ૪૩૫૬૦૩ છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક ૧૩૭૬૨૧ છે.

દેશમાં ગઈકાલે ૯૬૯૩૨૨ ટેસ્ટીંગ થયા હતા. આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૪૧૩૪૯૨૯૮ થયા છે.

સૌથી વધુ એકટીવ કેસ મહારાષ્ટ્રમાં છે. એકટીવ કેસના મામલામાં ભારત વિશ્વમાં ૭મા ક્રમે છે. દિલ્હીમાં ૨૪ કલાકમાં ૩૭૨૬ નવા કેસ આવ્યા અને ૧૦૮ના મોત થયા છે.

વિશ્વની વાત કરીએ તો કુલ કેસ ૬૩૫૮૯૨૯૧ છે. કુલ મોત ૧૪૭૩૯૨૦ છે. વિશ્વમાં એકટીવ કેસ ૧૮૧૩૧૨૫૨ છે.

અમેરિકામાં કુલ કેસ ૧૩૯૧૯૮૭૦ છે. ત્યાં એકટીવ કેસ ૫૪૨૨૬૫૯ છે અને અમેરિકાનો મૃત્યુઆંક ૨૭૪૩૩૨નો છે.

અમેરિકામાં સતત દોઢ લાખ ઉપરના કોરોના કેસો રોજ નોંધાય છે, જયારે ભારતમાં દરરોજ કોરોના કેસો સત્તાવાર ચોપડે ઘટતા જાય છેઃ આજે સવારે ૨૪ કલાકમાં ૩૧ હજાર કેસ નોંધાયા : ૪૮૨ના મોતઃ અમેરિકામાં કુલ કોરોના કેસ દોઢ કરોડે પહોંચવા આવ્યા

અમેરીકા      :    ૧,૬૧,૫૬૮ નવા કેસો

ભારત        :    ૩૧,૧૧૮ નવા કેસો

રશિયા       :    ૨૬,૩૩૮ નવા કેસો

બ્રાઝીલ       :    ૨૧,૫૩૮ નવા કેસો

ઈટાલી       :    ૧૬,૩૭૭ નવા કેસો

જર્મની       :    ૧૪,૧૫૬ નવા કેસો

ઈંગ્લેન્ડ       :    ૧૨,૩૩૦ નવા કેસો

કેનેડા         :    ૭,૮૬૧ નવા કેસો

ફ્રાન્સ         :    ૪,૦૦૫ નવા કેસો

બેલ્જીયમ     :    ૨,૧૫૧ નવા કેસો

જાપાન       :    ૨,૧૦૭ નવા કેસો

યુએઈ        :    ૧,૧૦૭ નવા કેસો

સાઉથ કોરીયા     :      ૩૭૭ નવા કેસો

હોંગકોંગ      :    ૭૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા   :    ૧૧ નવા કેસ

ન્યુઝીલેન્ડ    :    ૬ નવા કેસ

ભારતમાં કોરોના ઉડતી નજરે

નવા કેસો      :     ૩૧,૧૧૮ કેસો

નવા મૃત્યુ     :     ૪૮૨

સાજા થયા     :     ૪૧,૯૮૫

કુલ કોરોના કેસો     :   ૯૪,૬૨,૮૧૦

એકટીવ કેસો   :     ૪,૩૫,૬૦૩

કુલ સાજા થયા      :   ૮૮,૮૯,૫૮૫

કુલ મૃત્યુ       :     ૧,૩૭,૬૨૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૧,૩૯,૧૯,૮૭૦ કેસો

ભારત        :     ૯૪,૬૨,૮૧૦ કેસો

બ્રાઝીલ       :     ૬૩,૩૬,૨૭૮ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(2:44 pm IST)