Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જેટ ૨૦૨૧ના ઉનાળામાં સેવા શરૂ કરશે

નવી દિલ્હી, તા. ૧ :. ઠપ્પ પડેલી ખાનગી વિમાન કંપની જેટ એરવેઝ માટે નવા માલિકની યોજના ઘરેલુ માર્કેટ તથા યુરોપ અને પશ્ચિમ એશિયાના મુખ્ય શહેરોમાં ફુલ સર્વિસ શરૂ કરવાની છે. કંપની ૨૦૨૧ના ઉનાળામાં ફરી પોતાના ઉડ્ડયન શરૂ કરશે. જેટ એરવેઝ કંપની તરીકે બની રહેશે અને તેના નવા માલિક ઉઝબેકિસ્તાનના રીયલ એસ્ટેટ વેપારી મુરારીલાલ ઝાલાન પાસે કંપનીના ૫૧ ટકા શેર રહેશે. આ સાથે ૧૪ ટકા ભાગ કાલરોક કેપીટલ પાસે અને ૧૦ ટકા હિસ્સો લોન આપનાર પાસે રહેશે.

ઝાલાને બધાને જણાવ્યુ છે કે પૈસાની કોઈ મુશ્કેલી નહિ આવે. ૧૦૦૦ કરોડનો રોકાણનો પ્રસ્તાવ મુકાયો છે. નિયામકની મંજુરી મળ્યા બાદ કંપની માટે નવા માલિક જેટમાં વધુ રોકાણ કરવા તૈયાર છે.

(9:34 am IST)