Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલની આગમાં 5 કોરોના દર્દીના મોતનો મામલો: 5 ડૉક્ટર્સ સામે ગુનો નોંધાયા બાદ ડો. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટાની ધરપકડ

રાજકોટ: ઉદય કોવિડ હોસ્પિટલમાં આગથી 5 દર્દીના મોતના બનાવમાં તપાસને અંતે ગુનો નોંધી પોલીસે હોસ્પિટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા (ચેરમેન-ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેણે હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવેલ છે તે તથા ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા રહે. તમામ રાજકોટ સામે માલવીયાનગર પોલીસમાં  ૩૦૪(અ), ૧૧૪ મુજબ ગુનો આરોપીઓ ડો.પ્રકાશ મોઢા,

વિશાલ મોઢા તથા તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી હતી. રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેયની આજે સાંજે ધરપકડ કરવામાં આવી છે. 

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ, પીઆઇ આર.વાય.રાવલ, પીઆઇ કે.એન.ભુકણ, પીઆઇ જે.વી. ધોળા, પીએસઆઇ વી.કે.ઝાલા, પીએસઆઇ ડામોર, ભરતભાઈ વનાણી, પરેશભાઈ જારીયા, મ્યુરભાઈ, અરૂણભાઈ, પ્રવિણભાઈ સહિતનો સ્ટાફ તપાસ કરે છે.

(12:00 am IST)