Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

૨૦૨૦ના અંત સુધીમાં ૧૦૦ કરોડ પાસે હશે 5G નેટવર્ક

ભારતમાં ઘરેથી કામ કરવાને કારણે ઇન્ટરનેટનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે

નવી દિલ્હી,તા.૧: Ericssonએ પોતાનો લેટેસ્ટ Ericsson Mobility રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧૦માંથી ૪ સ્માર્ટફોન ૫G  કનેકિટવિટીના હશે. આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષ એટલે કે ૨૦૨૦ના અંત સુધીમાં ૧ બિલિયન એટલે કે ૧૦૦ કરોડથી વધારે લોકો પાસે ૫ઞ્ કવરેજનો એકસેસ હશે.

રિપોર્ટ અનુસાર, ૧૦૦ કરોડ અથવા વિશ્વની કુલ વસ્તીના ૧૫્રુ લોકો પાસે ૫G કવરેજનો એકસેસ હશે. આનો અર્થએ નથી કે ૧૦૦ કરોડ લોકો ૫G કનેકિટવિટીનો ઉપયોગ કરશે પરંતુ તેનો અર્થ એ છે કે વિશ્વની ૧૫ ટકા વસ્તી ૫G કનેકિટવિટીવાળા વિસ્તારમાં રહેશે.

રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૬૦ ટકા લોકો ૫G  કવરેજ વિસ્તારમાં રહેશે, જયારે આ સમય સુધીમાં ૫G  સબ્સ્ક્રિપ્શન્સ ૩.૫ અબજ એટલે કે ૩૫૦ કરોડ સુધી પહોંચી શકે છે.

એક એરિકસન અહેવાલ મુજબ ભારતમાં કુલ સ્માર્ટફોન વપરાશકારોના ૨૭% લોકો પાસે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૫G  સબ્સ્ક્રિપ્શન હશે. એટલે કે ૬ વર્ષ પછી એલટીઇ નેટવર્ક ભારતમાં રહેશે. લગભગ ૬૩ ટકા વપરાશકર્તાઓ પાસે એલટીઇ નેટવર્ક સબ્સ્ક્રિપ્શન હશે. ભારતમાં ઘરેથી કામ કરવાને કારણે ઇન્ટરનેટનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે.

(9:35 am IST)