Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

વડાપ્રધાન મોદી પર લાલુપ્રસાદ યાદવનો પલટવાર- ડબલ નહીં આ ટ્રબલ એન્જિન છે

લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોને પરત લાવવા સમયે ડબલ એન્જિન ક્યાં હતું?

પટના :બિહાર વિધાનસભાના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ લાલુ પ્રસાદ યાદવના ગઢ છપરામાં રેલી કરી હતી. આ રેલીમાં પીએમે રાજદ પર નિશાન સાધતા કહ્યુ કે, આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવએ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે.

 આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરી લખ્યુ- આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોને પરત લાવવા સમયે ડબલ એન્જિન ક્યાં હતું?

 આ પહેલા રાજદ નેતા તેજસ્વી યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જંગલરાજના નિવેદન પર પલટવાર કરતા પૂછ્યુ કે જો 15 વર્ષ બિહારમાં સુશાસન રહ્યું તો રાજ્યમાં બેરોજગારી દર 46.6 ટકા કેમ છે? તેમણે પૂછ્યુ કે બિહારમાં દર બીજા ઘરના લોકો પલાયન કરવા મજબૂર કેમ છે? તેજસ્વીએ અપરાધના વધતા આંકડા પર પણ પીએમ મોદીને સવાલ કરી પૂછ્યુ અને ડબલ એન્જિનની સરકાર પર હુમલો કર્યો હતો.

(10:49 pm IST)