Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજ્યનો દરજ્જો આપવા પર ભારતનો આકરો વિરોધ: POKમા ફેરફાર મંજૂર નહીં

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનું અભિન્ન અંગ

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક ચાલ ચાલી છે, જેનો ભારતે જોરદાર વિરોધ કર્યો છે. બકીકતમાં ભારતના ભાગ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને પ્રોવિન્સનો દરજ્જો આપ્યો છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, ભારત સરકાર પાકિસ્તાનના ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજો અને ફેરબદલને રિજેક્ટ કરે છે. લદ્દાખ (ગિલગિત બાલ્ટિસ્તાન સહિત) જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

ભારતે રવિવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કોઈપણ પ્રકારના ફેરફારનો સ્વીકાર કરાશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રવિવારે કહ્યુ કે, પીઓકેમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, હું ફરીથી સ્પષ્ટ કરુ છું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનું અભિન્ન અંગ છે.

આ સાથે તેમણે કહ્યું કે, આ પ્રકારના પ્રયાસ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાનો દાવો કરે છે. આ પ્રકારના પ્રયાસોથી પાક અધિકૃત ક્ષેત્રોમાં રહેતા લોકોની સાથે સાત દાયકાથી વધુ સમય સુધી માનવ અધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છુપાવી શકાય નહીં. તેમણે કહ્યું- અમે પાકિસ્તાનને પોતાના ગેરકાયદેસર કબજા વાળા તમામ ક્ષેત્રોને તત્કાલ ખાલી કરવાનું આહ્વાન કરીએ છીએ.

(9:17 pm IST)