Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

HDFC બેંક દ્વારા કેશબેક સહિત અનેક ઓફર જાહેર

ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકો માટે મોટી ગિફ્ટ : ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા લાવી ખાસ ઓફર

નવી દિલ્હી, તા. ૧  : તહેવારોની સીઝનમાં પ્રાઇવેટ સેક્ટરની એચડીએફસી બેંક મર્ચન્ટ એપ યૂઝર્સ માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફરમાં કંપની ગ્રાહકોને કેશબેકની સુવિધા આપી રહી છે. ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે કંપની આ ઓફર લઈને આવી છે. આ ઓફરનું નામ '૩૦ પે ટ્રીટલ્લ રાખવામાં આવ્યું છે. તેમાં જે પણ વેપારી બેંકની મર્ચન્ટ એપનો ઉપયોગ વધુમાં વધુ સંખ્યામાં કરશે, તેમને કેશબેક આપવામાં આવશે. કંપનીએ કન્ટ્રી હેડ-પેમેન્ટ્સ, કન્ઝ્યૂમર ફાઇનાન્સ, માર્કેટિંગ અને ડિજિટલ બેન્કિંગ પરાવ રાવે જણાવ્યું કે કંપનીએ આ ઓફરનો ફાયદો ગામથી લઈને મેટ્રો શહેરમાં રહેનારા તમામ વેપારીઓને મળશે. હાલમાં આ એપનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, કપડા અને રેડીમેડ ગામેન્ટ્સ, કરયાણા સહિત તમામ સેગમેન્ટના દુકાનદાર કરી શકે છે. તેઓએ કહ્યું કે જે પણ વેપારી આ એપનો ઉપયોગને પ્રોત્સાહન આપશે તેમને કેશબેકની સુવિધા આપવામાં આવશે.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, બેંકના નાના અને મધ્યમ વેપારી અમારા મર્ચન્ટ નેટવર્કની એક અગત્યનો અંગ છે. જો વેપારી ડિજિટલ ચૂકવણી ફોર્મનો ઉપયોગ કરવામાં ઉત્સાહિત છે, તો તે ગ્રાહકો દ્વારા ઇલેક્ટ્રોનિક ચૂકવણીના ઉપયોગને વધારવામાં મદદ કરશે. મળશે સારી ગિફ્ટ જીતવાની તકનોંધનીય છે કે, બેંક આ એપમાં ઊઇ કોડ, PoS કે પછી પેમેન્ટ ગેટવેનો જે પણ વેપારી ઉપયોગ કરે છે તેમને કેશબેક મેળવનારા ગ્રાહકોની યાદીમાં રાખવામાં આવશે. આ ઉપરાંત આપને વોલ્યૂમ બિલ્ડ એપ, ઇએમઆઇ કે ડિજિટલ લેવડ-દેવડ પર સારી ગિફ્ટ જીતવાની તક મળી શકે છે. ફેસ્ટિવ ટ્રીટસ ૨.૦માં ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ્સ, બિઝનેસ લોન્સ, પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન વગેરે અનેક ઓફર્સ છે. એચડીએફસી બેંકની ફેસ્ટિવ ટ્રીટસ ૨.૦માં ગ્રાહકો માટે ૧૦૦૦થી વધુ ઓફર્સ છે. આ પહેલા ફેસ્ટિવ ટ્રીટ્સના પહેલા સંસ્કરણ જોરદાર સફળ રહી હતી. તેને જોતાં બેંકે ફેસ્ટિવ ટ્રીટસ ૨.૦ અને ૩૦ પે ટ્રીટ ઓફર્સ શરૂ કરી છે.

(8:26 pm IST)