Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

બર્લિનના મેડમ તુસાદ મ્યુઝિયમે ટ્રમ્પની પ્રતિમાને કચરાના ડબ્બામાં ફેંકી દીધી !

કચરાના ડબ્બામાં મેક અમેરિકા ગ્રેટ અગેઈન સ્લોગન લખેલ એક હેટ પણ રખાઈ

બર્લિનના મેડમ તુસાદ મ્યૂઝિયમે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મીણથી બનાવેલી પ્રતિમાને કચરાના ડબ્બામાં ફેંકી દીધી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે.ત્યારે આ હેવાલ આવ્યા છે 

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, કચરાના ડબ્બામાં ટ્રમ્પની પ્રતિમા સાથે વિવિધ પ્રકારના સ્લોગન પણ જોવા મળી રહ્યાં છે. જેમાં લખ્યું હતું કે, “ડમ્પ ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેઈન” આ સિવાય ટ્રમ્પના સ્ટેચ્યૂની આસપાર ટ્વીટના પણ અનેક બોર્ડ રાખવામાં આવ્યાં છે. જેના પર લખ્યું હતું કે, “ફેક ન્યૂઝ” અને “યુ આર ફાયર્ડ” . આ સાથે જ “આઈ લવ બર્લિન” જેવા સ્લોગનો પણ લખેલા જોવા મળ્યા હતા. કચરાના ડબ્બામાં મેક અમેરિકા ગ્રેટ અગેઈન સ્લોગન લખેલ એક હેટ પણ રાખવામાં આવી હતી.

મ્યૂઝીયમના જણાવ્યા મુજબ, આગામી અમેરિકન ચૂંટણીના પરિણામો અમારી નજરમાં કેવા રહેશે? તે જણાવવાના હેતુથી અમે ટ્રમ્પની પ્રતિમા કચરાના ડબ્બામાં રાખી છે.

બર્લિનના મેડમ તુસાદ મ્યૂઝીયમ દ્વારા આ હરકત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રપતિ પદની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રદર્શન નબળુ જણાઈ રહ્યું છે.

ગુરુવારે બહાર પાડવામાં આવેલ અંદાજે એક ડઝન જેટલા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડેન કરતાં પાછળ જોવા મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે, વિશ્વની મહાન હસ્તિઓની સાથે-સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓની પ્રતિમા પણ મેડમ તુસાજ મ્યૂઝીયમમાં રાખવામાં આવે છે. એવામાં શક્ય છે કે, અમેરિકન ચૂંટણી બાદ પુન: ટ્રમ્પની પ્રતિમા બર્લિનના મેડમ તુસાદ મ્યૂઝીમમાં ગોઠવવામાં આવશે.

(5:09 pm IST)