Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

જમ્મુ-કશ્મીરમાં અમલમાં રહેલ રોશની એકટ નાબુદ થયો

હાઇકોર્ટ જમીન મામલે થયેલી તમામ કાર્યવાહી રદ કરવાનો નિર્દેશ આપ્‍યો

શ્રીનગરઃ જમ્મુ કશ્મીર તંત્રએ રોશની ભૂમિ યોજનામાં કથિત કૌભાંડની તપાસ જમ્મુ કશ્મીર હાઈકોર્ટની તરફથી સીબીઆઈને સોંપાયાના ત્રણ અઠવાડિયા પછી શનિવારે કહ્યું કે તે યોજના અંતર્ગત તમામ કાર્યવાહીઓને રદ્દ કરશે અને મહિનામાં તમામ જમીનોને ફરીથી મેળવી લેશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીર સરકારએ એવી વ્યવસ્થા બનાવી હતી કે જેના કબ્જામાં સરકારી જમીન છે તે યોજના અંતર્ગત અરજી કરી શકે છે, પરંતુ તેનાથી ઉલટું સરકારી જમીન પર અતિક્રમણ વધુ થયું. નવેમ્બર 2006માં સરકારના અનુમાન મુજબ 20 લાખ કેનાલથી પણ વધુ જમીન પર લોકોનો ગેરકાયદે કબ્જો હતો.

જમ્મુ કશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની ખંડપીઠએ 9 ઓક્ટોબરે યોજનામાં કથિત અનિયમિત્તાઓને લઈને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ એજન્સીઓને દર આઠ અઠવાડિયામાં પ્રોગ્રેસ રિપોર્ટ ફાઈલ કરવાના નિર્દેશ કર્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે રોશની યોજનાના નામથી જણાતા કાયદાને એક ક્રાંતિકારી પગલું કહેવાયું હતું અને તેનો એવો ઉદ્દેશ હતો. રોશની એક્ટ અંતર્ગત તત્કાલીન રાજ્ય સરકારનું લક્ષ્ 20 લાખ કનાલ સરકારી જમીન ગેરકાયદે કબ્જેદારોના હાથોમાં સોંપી દેવાનો હતો, જેની અવેજમાં સરકાર બજાર ભાવથી પૈસા લઈને 25000 કરોડ રૂપિયાની કમાણી કરી લેવાની હતી.

મળતી માહિતી મુજબ, રોશની એક્ટની રચના સરકારી જમીન માલિકોને માલિકી આપવા માટે કરવામાં આવી હતી. બદલામાં તેમની પાસેથી એક નિશ્ચિત રકમ વસૂલવામાં આવતી હતી, જે સરકારે નક્કી કર્યું હતું. 2001 માં, જ્યારે ફારૂક અબ્દુલ્લાની સરકારે કાયદો લાગુ કર્યો હતો, ત્યારે સરકારી જમીન પર અતિક્રમણ કરનારાઓને માલિકી આપવા માટે 1990 ને કટ-ઓફ વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, સમય જતાં જમ્મુ-કાશ્મીરની બધી આવનારી સરકારોએ કટ ઓફ વર્ષ બદલવાનું શરૂ કર્યું. આને કારણે રાજ્યમાં સરકારી જમીનના ફેવરિટને ફાયદો થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

રોશની એક્ટને 28 નવેમ્બર 2018 જમ્મુ કશ્મીરના તત્કાલીન ગવર્નર સત્યપાલ મલિકે ખત્મ કરી દીધો હતો. જાણકારી મળી રહી છે ત્યાં સુધીની વાત કરીએ તો રોશની કાયદાને ખત્મ કર્યા બાદ હવે નવા આદેશ અંતર્ગત રાજસ્વ વિભાગ એક જાન્યુઆરી 2001ના આધાર પર સરકારી જમીનનો વ્યાપ એકત્ર કરીને તેને વેબસાઈટ પર મુકશે. જે સિવાયની સરકારી જમીન પર કબ્જો કરનારાઓના નામ જાહેર કરવામાં આવશે તેમાં રોશની એક્ટ અંતર્ગત અરજી મળશે, જમીનનું મુલ્યાંકન, લાભાર્થીઓ તરફથી જમા કરાયેલી રકમ, એક્ટના અંતર્ગત પસાર કરાયેલા આદેશની જાણ આપવાની રહેશે.

(12:00 pm IST)