Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ફ્રાન્સમાં ચર્ચ પર ફરી હુમલો ઇજાગ્રસ્‍ત પાદરીને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા

દક્ષિણ પૂર્વીય શહેર લીયોનમાં આ ઘટના બન્‍યાનું બહાર આવ્‍યું

પેરિસ, : ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના બની છે. ફ્રાન્સના લિયોન શહેરમાં શનિવારે શોટગનથી સજ્જ એક બંદૂકધારીએ ઓર્થોડોક્સ પાદરીને ગોળી મારી હતી. જોકે, હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિક્તા ધરાવતા પાદરીને હોસ્પિટલમાં દાખળ કરાયા છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ હુમલાખોરે નજીકથી ગોળી મારી હોવાથી પાદરીની સિૃથતિ ગંભીર છે. હુમલાખોર પકડાયો નથી. ફ્રાન્સના આંતરિક મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વીય શહેર લિયોનમાં એક હુમલાખોરે પાદરીને ગોળી મારી છે.

સુરક્ષા અને ઈમર્જન્સી વિભાગના કર્મચારીઓ ઘટના સૃથળ પર પહોંચી ગયા છે. મંત્રાલયે લોકોને ઘટનાસૃથળથી દૂર રહેવા ચેતવણી આપી છે. આંતરિક મંત્રાલયે હજી સુધી સ્પષ્ટ નથી કર્યું કે હુમલો આતંકવાદ સંબંધિત છે કે કોઈ અંગત દુશ્મનાવટને પગલે થયો હતો.

ત્રણ દિવસ પહેલાં ગુરૂવારે સવારે 21 વર્ષના ટયુનિશિયન મૂળના આતંકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. ત્યાર બાદ પોલીસ અથડામણમાં હુમલાખોરને ગોળી મારી હતી. નીસના મેયરે જણાવ્યું હતું કે, હુમલાખોરને ગોળી માર્યા પછી પ્રાથમિક સારવાર અપાતી હતી ત્યારે તે અલ્લાહુ અકબરની બૂમો પાડતો હતો.

દરમિયાન નીસની ઘટનામાં સંડોવાયેલા ત્રીજા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના પોલીસ સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે આતંકવાદી સાથે સંપર્કમાં હોય એવા એક 47 વર્ષના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ થઈ હતી.

(12:00 pm IST)