Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

આખરે યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને ઇંગ્લેન્ડમાં ગુરુવારથી દેશવ્યાપી ફરી લોકડાઉનની ઘોષણા કરી : કહ્યું ડિસેમ્બરની શરૂઆત સુધી ઘરે રહો

લંડન : આજે યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સનને ગુરુવારથી શરૂ કરીને ઇંગ્લેન્ડમાં ફરી ચાર અઠવાડિયાના નવા લોકડાઉનની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યુ હતું કે બાર્સ અને રેસ્ટોરન્ટો બંધ થશે, પરંતુ ટેકઅવે ચાલુ રખાશે - જેમ વસંતઋતુના લોકડાઉનમાં કરાયું હતું.

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે આ લોકડાઉનમાં આકરા શિલ્ડિંગ પગલાં ફરીથી રજૂ કરવામાં આવશે નહીં, પરંતુ નબળા લોકો અથવા 70 વર્ષથી વધુ વયના લોકોને ખાસ કરીને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ વર્ષના પ્રારંભના લોકડાઉનથી વિપરીત, અત્યારના સમયગાળા દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓ ખુલ્લી રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ છે. કોરોના વાયરસના વર્તમાન ઉછાળાથી યુકેના કુલ હકારાત્મક કેસોની સંખ્યા 10 મિલિયનને થઈ ગઈ છે - જે હાલ માં હવે 1,011,660 છે

એક મોડલ, જે સરકારે જોયું છે તે પ્રમાણે શિયાળાના મહિનાઓમાં, જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એક દિવસમાં 4,000 જેટલા મોતની આગાહી કરવામાં આવેલ છે તેમ તેમણે જણાવ્યુ છે. છેલ્લા સાત દિવસોમાં, યુકેમાં દરરોજ સરેરાશ 23,000 નવા કેસ નોંધાયા છે, અને કોરોના વાયરસથી 237 લોકોનાં મોત નિપજ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

(12:00 am IST)