Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

આખરે યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને ઇંગ્લેન્ડમાં ગુરુવારથી દેશવ્યાપી ફરી લોકડાઉનની ઘોષણા કરી : કહ્યું ડિસેમ્બરની શરૂઆત સુધી ઘરે રહો

લંડન : આજે યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સનને ગુરુવારથી શરૂ કરીને ઇંગ્લેન્ડમાં ફરી ચાર અઠવાડિયાના નવા લોકડાઉનની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યુ હતું કે બાર્સ અને રેસ્ટોરન્ટો બંધ થશે, પરંતુ ટેકઅવે ચાલુ રખાશે - જેમ વસંતઋતુના લોકડાઉનમાં કરાયું હતું.

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે આ લોકડાઉનમાં આકરા શિલ્ડિંગ પગલાં ફરીથી રજૂ કરવામાં આવશે નહીં, પરંતુ નબળા લોકો અથવા 70 વર્ષથી વધુ વયના લોકોને ખાસ કરીને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ વર્ષના પ્રારંભના લોકડાઉનથી વિપરીત, અત્યારના સમયગાળા દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓ ખુલ્લી રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ છે. કોરોના વાયરસના વર્તમાન ઉછાળાથી યુકેના કુલ હકારાત્મક કેસોની સંખ્યા 10 મિલિયનને થઈ ગઈ છે - જે હાલ માં હવે 1,011,660 છે

એક મોડલ, જે સરકારે જોયું છે તે પ્રમાણે શિયાળાના મહિનાઓમાં, જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એક દિવસમાં 4,000 જેટલા મોતની આગાહી કરવામાં આવેલ છે તેમ તેમણે જણાવ્યુ છે. છેલ્લા સાત દિવસોમાં, યુકેમાં દરરોજ સરેરાશ 23,000 નવા કેસ નોંધાયા છે, અને કોરોના વાયરસથી 237 લોકોનાં મોત નિપજ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

(1:54 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • દિલીપ ભાઈ તંતી ઉપર પાળ ખાતેની તેની વાડી ખાતે સોરઠીયા અટકધારી બાજુની વાડીવાળા આઠથી દસ શખ્શોએ તલવાર અને કુહાડી વડે હુમલો કરતા માથામાં ગંભીર ઇજા સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે access_time 10:26 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 82 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં 75 લાખના આંકને વટાવી ગઈ : છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,783 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 82,27,177 થયો : એક્ટીવ કેસ ઘટીને 5,62,455 થયા : વધુ 51,062 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 75,40,655 રિકવર થયા : વધુ 470 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22, 621 થયો access_time 11:59 pm IST