Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

ફ્રાન્સમાં 72 કલાકમાં ચર્ચ ઉપર બીજો હુમલો : એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી

હુમલો કરનાર હજુ પોલીસની પકડમાં આવ્યો નથી

 

પેરિસઃ ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના બની છે લિયોન શહેરમાં શોટગનથી લેસ એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિકતા વાળા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ડોક્ટરો અનુસાર નજીકથી ગોળી મારવાને કારણે પાદરીને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો કરનાર હજુ પોલીસની પકડમાં આવ્યો નથી.

ફ્ રાન્સના આંતરિક મંત્રાલયે ટ્વીટ કર્યું કે દક્ષિણ-પૂર્વી શહેર લિયોનમાં ઘટના થઈ છે. સુરક્ષા અને આપાતકાલીન કર્મી ઘટનાસ્થળ પર છે. મંત્રાલયે ચેતવણી જારી કરતા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. આંતરિક મંત્રાલયે હજુ તે જાણકારી આપી નથી કે હુમલો આતંકવાદથી સંબંધિત છે કે કોઈ પરસ્પર દુશ્મનાવટમાં અંજામ આપવામાં આવ્યો છે.

  ત્રણ દિવસ પહેલા ગુરૂવારની સવારે 21 વર્ષના ટ્યૂનિશયાઈ મૂળના આંતકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં પોલીસે અથડામણમાં હુમલો કરનારને ગોળી મારી દીધી હતી. નીસના મેયરે જણાવ્યું કે, જ્યારે હુમલો કરનારને ગોળી માર્યા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે અલ્લાહુ અકબર બોલતો હતો.

(12:23 am IST)