Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ ઉપર બાન મુકો : ફ્રાન્સના વિરોધ પક્ષના નેતાની સરકારને અપીલ : પાકિસ્તાન ખાતેના ફ્રાન્સના દૂતાવાસ ઉપર હુમલો કરનાર દેશના નાગરિકો માટે ' નો એન્ટ્રી ' ની માંગણી કરી

પેરિસ : ફ્રાન્સમાં પયગમ્બર સાહેબના કાર્ટૂન મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.આ કાર્ટૂન દોરનાર શિક્ષકનું ગળું ચાકુથી કાપી નાખ્યા બાદ કટ્ટરપંથીઓએ ચર્ચ ઉપર પણ હુમલો કર્યો હતો.તથા એક મહિલાનું ગળું ચાકુથી કાપી ધડથી અલગ કરી દીધું હતું.અને અન્ય બે નાગરિકોની પણ હત્યા કરી નાખી હતી.

આથી ફ્રાન્સ સરકારે કટ્ટરપંથીઓ  વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ કરતા ઇસ્લામી રાષ્ટ્રોએ વિરોધ વ્યક્ત કર્યો છે તથા હજારો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે.આ  સંજોગો વચ્ચે પાકિસ્તાનમાં વિફરેલા 2 હજાર જેટલા લોકો ફ્રાન્સ દૂતાવાસ તરફ દોડી ગયા હતા.તથા ફ્રાન્સના નેતા મેક્રોનું પૂતળું બળ્યું હતું.જેના પ્રતિભાવ રૂપે ફ્રાન્સ વિરોધ પક્ષના નેતાએ પાકિસ્તાની નાગરિકોને દેશમાં પ્રવેશતા રોકવાની માંગણી કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)