Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

કટ્ટરતા સામે જંગે ચડનાર ફ્રાન્સ વિરુદ્ધ મુસ્લિમ રાષ્ટ્રોમાં આક્રોશ : પાકિસ્તાનથી ફલસતીન સુધી લોકો રોડ ઉપર ઉતરી આવ્યા : પાકિસ્તાનમાં ફ્રાન્સ રાજદૂતાવાસને ઘેરાવો : લાઠીચાર્જ ઉપરાંત ટિયરગેસ છોડવામાં આવ્યા : લોકોએ ફ્રાન્સના ક્રાંતિકારી નેતા મેક્રોનું પૂતળું બાળ્યું

ઇસ્લામાબાદ : ફ્રાન્સમાં  પયગમ્બર સાહેબના કાર્ટૂન મામલે વિવાદ સર્જાતા શિક્ષકનું ગાળું કાપી નાખ્યા પછી ચર્ચમાં પણ કટ્ટરવાદીઓએ એક મહિલાનું ગળુ કાપી નાખી 3 લોકોની હત્યા કરી નાખી છે.

આ મામલે ફ્રાન્સના ક્રાંતિકારી નેતા મેક્રોએ કડક વલણ અપનાવતા કટ્ટરપંથીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા.એટલુંજ નહીં અન્ય ઇસ્લામી રાષ્ટ્રોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.પાકિસ્તાનથી ફલસતીન  સુધી લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા .

આ સંજોગોમાં પાકિસ્તાનમાં આવેલા ફ્રાન્સના રાજદૂતાવાસ બહાર 2 હજાર જેટલા લોકો ભેગા થઇ ગયા હતા.તેઓએ ફ્રાન્સના નેતા મેક્રો નું પૂતળું બાળ્યું હતું.તથા દૂતાવાસને ઘેરાવ કર્યો હતો.ટોળું વિખેરવા લાઠીચાર્જ કરાયો હતો અને ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:41 am IST)