Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મહિલાએ સેન્ડલમાં 4.9 કરોડનું કોકેઈન છુપાવ્યું : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આરોપી મહિલાની ધરપકડ

મુંબઈ : મુંબઈ એરપોર્ટ પરથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોતાના સેન્ડલમાં કોકેઈન છુપાવ્યું હતું. કોકેઈનની બજાર કિંમત 4.9 કરોડ રૂપિયા છે. અધિકારીઓએ શંકાના આધારે મહિલાને પકડી લીધી હતી

દેશભરના વિવિધ એરપોર્ટ પર ડ્રગ્સ માટે સોનાની દાણચોરીના ઘણા કિસ્સા નોંધાયા છે. એજન્સીઓ આ મામલે કડક કાર્યવાહી કરે છે. એ જ રીતે તાજેતરમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરીનો મામલો સામે આવ્યો છે.
કસ્ટમ વિભાગે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલા મુસાફરની ધરપકડ કરી હતી અને તેના સેન્ડલમાં છુપાયેલ 4.9 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું હતું. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ એક મહિલાને શંકાના આધારે પકડવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું કે સર્ચ દરમિયાન, 490 ગ્રામ કોકેઈન, જેની બજાર કિંમત રૂ. 4.9 કરોડ છે, મળી આવી હતી, જે મહિલાના સેન્ડલમાં બનેલા હોલો ગ્રુવ્સમાં છુપાવવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મહિલાને શંકાના આધારે પકડી હતી.

મુંબઈ કસ્ટમ્સે ટ્વિટ કર્યું કે કોકેન છુપાવવા માટે સેન્ડલમાં ખાસ ગ્રુવ્સ બનાવવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે ધરપકડ કર્યા બાદ મહિલાને  ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. આરોપીના ઠેકાણા અને તેના વિશેની વિગતોની હજુ રાહ જોવાઇ રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:42 pm IST)