Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કોરોનાના ૩૭૯૨ નવા કેસઃ ૨૬નાં મોત

દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૫,૯૧,૧૧૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્હી,તા. ૧ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૯૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧૮.૬૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૫,૯૧,૧૧૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્યાર સુધી ૫,૨૮,૬૫૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૦,૨૪,૧૬૪  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૫૦૬૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૩૮,૨૯૩હ્ય્ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૯ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૩ ટકાએ છે, જયારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૨,૯૫,૪૧૬  લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૯.૫૫ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૮૧ ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૨,૧૮,૬૮,૪૫,૮૪૭  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૬,૨૯,૧૩૭  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:56 pm IST)