Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વિપક્ષ નેતાના પદેથી ખડગેનું રાજીનામું, અધ્યક્ષની રેસમાં સૌથી આગળ

એક વ્યકિત એક પદ હેઠળ ખડગેએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી, તા. ૧ : મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. સૂત્રો અનુસાર, રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પદથી મલ્લિકાર્જુન ખડગેએ ત્યાગ પત્ર આપી દીધો છે. જાણકારી અનુસાર, એક વ્યકિત એક પદ હેઠળ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે રેસમાં સામેલ થતાં રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન કર્યું હતું.

જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૃર અને કે.એન. ત્રિપાઠી છે. ત્રણેય નેતાઓએ શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. કર્ણાટકના વતની ખડગે સ્પષ્ટપણે પસંદગીના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. અશોક ગેહલોત અને કમલનાથે સમર્થન જાહેર કર્યું છે. તે જ સમયે, કોંગ્રેસ સાંસદ શશિ થરૃરનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે. મેદાનમાં ત્રીજા ઉમેદવાર કે. એન. ત્રિપાઠી ઝારખંડના પૂર્વ મંત્રી છે.

અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એ. કે. એન્ટની, અંબિકા સોની અને મુકુલ વાસનિક ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના -પ્રસ્તાવક બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશન સમયે ખ્ત્ઘ્ઘ્ હેડકવાર્ટરમાં તેમની સાથે પાર્ટીના ઘણા નેતાઓ જોવા મળ્યા હતા. ઞ્-૨૩ના ઘણા નેતાઓ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપી રહ્યા છે.

(4:55 pm IST)