Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

PFIના હિટ લિસ્‍ટમાં સંઘના ૫ નેતાઓ : Y શ્રેણીની સુરક્ષા અપાશે

 નવી દિલ્‍હી,તા.૧ : કેન્‍દ્રીય ગુપ્તચર એજન્‍સીઓને ઈનપુટ મળ્‍યા છે કે  પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઈન્‍ડિયા (PFI)ની હિટ લિસ્‍ટમાં કેરળના RSSના પાંચ નેતાઓ છે.સંભવિત ખતરાને જોતાં, ગળહ મંત્રાલયે શનિવારે આ નેતાઓને વાય શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.સૂત્રોના જણાવ્‍યા અનુસાર, એનઆઈએને દરોડા દરમિયાન કેરળના પીએફઆઈ સભ્‍ય મોહમ્‍મદ બશીરના ઘરેથી એક યાદી મળી હતી, જેમાં કથિત રીતે પીએફઆઈના રડાર પર આરએસએસના પાંચ નેતાઓના નામ હતા.

 સૂત્રોના જણાવ્‍યા અનુસાર નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)ને માહિતી મળી છે કે કેરળના ય્‍લ્‍લ્‍ના પાંચ નેતાઓ -પ્રતિબંધ બાદ PFIના હિટ લિસ્‍ટમાં છે.NIAએ આ મામલાની માહિતી ગળહ મંત્રાલય સાથે શેર કરી, ત્‍યાર બાદ સરકારે આ નિર્ણય લીધો.

 ગળહ મંત્રાલયે NIA અને ઈન્‍ટેલિજન્‍સ બ્‍યુરોના અહેવાલોના આધારે ગળહ મંત્રાલયે કેરળમાં ય્‍લ્‍લ્‍ના પાંચ નેતાઓને "Y" શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.આરએસએસના નેતાઓની સુરક્ષા સુનિ?તિ કરવા માટે અર્ધલશ્‍કરી દળોના કમાન્‍ડો તૈનાત કરવામાં આવશે.

 NIAને કેરળ PFI સભ્‍ય મોહમ્‍મદ બશીરના ઘરેથી એક યાદી મળી, જેમાં કથિત રીતે PFIના રડાર પર RSSના પાંચ નેતાઓના નામ હતા. સૂત્રોના જણાવ્‍યા અનુસાર RSS નેતાઓની સુરક્ષા માટે કુલ ૧૧ કર્મચારીઓ (વ્‍યક્‍તિગત સુરક્ષા માટે પાંચ અને છ) પાળીમાં કામ કરશે.આ નેતાઓને સુરક્ષા આપવાનો નિર્ણય ગુપ્તચર અહેવાલોના આધારે લેવામાં આવ્‍યો છે.

 કેન્‍દ્ર સરકારે બુધવારે PFI અને તેના સહયોગીઓ પર સુરક્ષા અને આતંકવાદી સંબંધોને ટાંકીને પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકયો હતો.ગેરકાનૂની પ્રવળત્તિઓ (પ્રિવેન્‍શન) એક્‍ટ (UAPA) હેઠળ કુલ નવ સંસ્‍થાઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે.

(3:46 pm IST)