Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મહારાષ્ટ્રના પૂર્વ મિનિસ્ટર છગન ભુજબળ વિરુદ્ધ FIR : બિઝનેસમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ : ફરિયાદીએ ભુજબળને બે વિડિઓ મોકલ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી : વીડિયોમાં ભુજબળ કથિત રીતે હિંદુ ધર્મ વિરુદ્ધ બોલતા જણાયા

 મુંબઈ : મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળ અને અન્ય બે વિરુદ્ધ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ FIR નોંધી છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ફરિયાદીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા ભુજબલને કેટલાક વીડિયો મોકલ્યા હતા, જેમાં તેઓ કથિત રીતે હિંદુ ધર્મ વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી હતી. "વ્યક્તિની ફરિયાદના આધારે, ભુજબળ અને અન્ય બે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506(2) (ગુનાહિત ધાકધમકી) અને કલમ 34 (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છગન ભુજબળે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)